- ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર
- ગાંધીનગર બાદ Patidar Samaj ની જૂનાગઢમાં બેઠક
- જૂનાગઢમાં રવિવારે સાંજે મળશે બેઠક
- દિનેશ બાંભણીયા, મનોજ પનારા રહેશે હાજર
- પૂર્વીન પટેલ અને ધાર્મિક માલવિયા પણ રહેશે હાજર
ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બાદ હવે Patidar Samaj ની જૂનાગઢમાં બેઠક યોજાશે. જૂનાગઢમાં રવિવારે સાંજે પાટીદારોની બેઠક મળશે. આ બેઠકમાં દિનેશ બાંભણીયા, મનોજ પનારા, પૂર્વીન પટેલ અને ધાર્મિક માલવિયા હાજર રહેશે. Patidar Samaj ની ચિંતન બેઠકના મુદ્દે જૂનાગઢમાં ચર્ચા થશે. આ બેઠક 25 ઓગસ્ટ, 2025 પહેલા સમગ્ર ગુજરાતમાં બેઠકો થશે. ગુજરાતના દરેક ઝોન પ્રમાણે આ બેઠકો યોજાશે. આ સાથે 25 ઓગસ્ટ, 2025 ના રોજ મહેસાણામાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે ગાંધીનગરમાં પાટીદાર ચિંતન બેઠકમાં 11 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હવે આ તમામ મુદ્દાઓની ચર્ચા દરેક જિલ્લામાં થશે. આ જૂનાગઢની બેઠકમાં પાટીદાર સમાજના તમામ યુવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.