પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ લાલજીભાઈ દેસાઈ સામે બાંયો ચઢાવી, જાણો શું કહ્યું

– પાટીદાર અગ્રણીએ વાંધો ઉઠાવ્યો
– સમાજની સાથે રહી બધા સમાજનો વિકાસ જરૂરી
– વિવિધ સમાજની ખોટી ઉશ્કેરણી ન કરો તેવી વિનંતી

મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરોધમાં આક્રોશ દર્શાવવા માટે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાલજીભાઈ દેસાઈએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના વિવાદિત નિવેદન બાદ પાટીદાર અગ્રણીએ વાંધો ઉઠાવ્યો હતો. પાટીદારનેતા દિનેશ બાંભણીયાએ કોંગ્રેસને ચેતવણી આપી હતી.

 

પાટીદાર અગ્રણીએ વાંધો ઉઠાવ્યો

દિનેશ બાંભણીયાએ કહ્યું કે આપ પેજ નેતા છો. કોંગ્રેસમાં રહેલા આગેવાનો જરૂરથી વિચારે અને કોંગ્રેસ પણ પોતાનો મત સ્પષ્ટ કરે.દરેક સમાજની સાથે રહીને બધા સમાજનો વિકાસ જરૂરી છે નહીં કે વિખવાદ. અનામતનો સવાલ હોય કે સમાજના અન્ય વિકાસની વાત હોય સ્વર્ણ સમાજ હોય કે sc,st,obc તમામ સમાજ દેશના વિકાસ માટે કામ કરે છે.દેશમાં કોઈપણ જાતિવાદ કે વિખવાદ ઉભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વિવિધ સમાજની ખોટી ઉશ્કેરણી ન કરો તેવી વિનંતી છે.

સમાજની સાથે રહી બધા સમાજનો વિકાસ જરૂરી

ગઈ કાલે સ્વાભિમાન સંમેલનમાં લાલજી દેસાઈ કહ્યું હતું કે sc,st,obc લોકોને વધારે લાભ મળવો જોઈએ. આ ઉપરાત સ્વર્ણ વર્ગ પાસે બધા જ ખાત અને મંત્રી પણ છે. રાજ્યના વિવિધ પદઅધિકારી પણ સ્વર્ણ વર્ગના છે. આ નિવેદન બાદ દિનેશ બાંભણીયાએ વિરોધ દર્શાવ્યો હતો.

Scroll to Top