patidar: કરસન પટેલના પાટણમાં આપેલા વિવાદિત નિવેદનના કારણે પાટીદાર (patidar) સમાજમાં રોષ ભરાયો છે. હવે પાટીદાર (patidar) આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર દિનેશ બાંભણીયાએ પાટીદાર આંદોલનને સમાજ માટે આશાનું કિરણ ગણાવ્યું છે.કરસન પટેલે કહ્યું હતું કે, પાટીદર આંદોલનથી કોઈ નક્કર પરીણામ મળ્યા નથી. તથા આંદોલન કરનાર આગેવાનોએ રાજકીય લાભ લીધો છે.આ આંદોલન માત્ર કોઈને પદ પરથી હટાવવા માટે હતું.કરસન પટેલના આ નિવેદન પર દિનેશ બાંભણીયાએ ઉધડો લીધો હતો.
આંદોલન સમાજ માટે આશાનું કિરણ બન્યું
દેનેશ બાંભણીયાએ કહ્યું કે, પાટીદાર (patidar) આંદોલનથી ગુજરાતના હજારો યુવાનોને 10 ટકા અનામત મળ્યું. 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી. 600 કરોડનું બનઅનામત માટે બજેટ ફાળવવામાં આવ્યું. આ બધા સાથે 10 ટકા અનામત ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને મળ્યું છે. દાદા તમે જે કોલેજ અને યુનિર્વસિટીનું સંચાલન કરી રહ્યા છો, તેની અંદર ફ્રી ચુકવવાના પૈસા પરીવાર પાસે ન હતા તે આજે 10 ટકા અનામતમાં આવતા લોકોના પૈસા રાજ્ય સરકાર ભરે છે. ગુજરાતના પૂર્વ મંખ્યમંત્રી આંનદી બહેન પટેલનો ભોગ આંદોલનથી નહીં પરંતુ ભાજપના આંતરિક ડખાના કારણે લેવાયો છે. ભાજપની સરકારે તે સમયે પાટીદાર (patidar) ના 14 દિકરા પર બર્બરતા પૂર્વક જીવ લીધો હતો.તમે પાટીદાર (patidar) સમાજની આટલી બધી ચિંતા કરો છો તે ખુબ જ આવકાર દાયક છે.આ આંદોલન સમાજ માટે આશાનું કિરણ બન્યું છે.
હાર્દિક પટેલે ટોણો માર્યો
કરસન પટેલના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યના પાટીદાર (patidar) સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અનેક પાટીદાર (patidar) અગ્રણીઓ આ મુદ્દે કરસન પટેલને ઘરે રહ્યા છે.હાર્દિક પટેલ, જ્યેશ પટેલ, બિપીન બાંભણીયા જેવા અનેક પાટીદાર અગ્રણીઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.હવે કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.