- Patidar ની તોફાની બનેલી બેઠકનો વધુ એક વિડીયો વાઇરલ
- Lalit Kagathara અને Lalit Vasoya નો વિડીયો વાઇરલ
- Varun Patel બેઠકમાં માગે છે સમર્થન
- સમર્થન માંગતા સમયનો વિડીયો વાઇરલ
- વરુણ પટેલ કહે છે કે સમર્થન આપશો?
- તો લલિત કગથરા કહે છે કે તમે રાજીનામુ ક્યારે આપશો?
ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણે દેખાઈ રહ્યા હતા. કેમ કે ગાંધીનગરમાં Patidar સમાજના યુવા આગેવાનોની એક બેઠક મળવાની હતી. આ બેઠક તો મળી પરંતુ આ બેઠકની અંદર મોટી બબાલ સર્જાઈ હતી. બબાલની વચ્ચે અચાનક બેઠક દરમિયાન શાંતિલાલ સોજીત્રા ત્યાં પહોંચ્યા હતા. આ બેઠકની અંદર જયેશ પટેલને ન બોલાવવામાં આવતા આખી બેઠકમાં વિવાદ સર્જાયો હતો. જો કે આ વિવાદ બાદ બેઠક તો ચાલુ હતી. ચાલુ બેઠકની અંદર એક તરફ વરુણ પટેલે નિવેદન આપી રહ્યા હતા એ લોકોને વચ્ચે વાત કરી રહ્યા હતા. આગેવાનો એ સંદર્ભમાં તમામ લોકોની સાથે વાતચીત કરી રહ્યા હતા કે તમે મને સાથ અને સહકાર આપશો. જો કે આ તમામની વચ્ચે તોફાની બનેલી બેઠકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો – Visavadar: ચૂંટણીમાં હાર બાદ ભાજપનું પોસ્ટમોર્ટમ