Patidar Andolan: રાજ્ય સરકારે 2013માં થયેલા પાટીદાર (Patidar) આંદોલનમાં પાટીદાર યુવક સામે વિવિધ કેસો કરવામાં આવ્યા હતા. રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હતી.આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા હતા. ભાજપમાં જોડાતા હાર્દિક પટેલ અદાલતની કાર્યવાહી પહેલા જ દોષમુક્ત થયો હતો.
નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું
પાટીદારો (Patidar) પર થયેલા કેસ પરત ખેંચવાના મામલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનામત આંદોલન સમયે પાટીદાર (Patidar) દીકરા- દીકરીઓ પર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાઈ તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. હું ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી અનેક પાટીદાર (Patidar) દીકરા દીકરીઓને રાહત મળશે.
હાર્દિક પટેલે આભાર માન્યો
પોતાની સામેના કેસ પરત ખેંચાયાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ સોશલ મીડિયામાં આભાર માન્યો હતો. ફરિયાદ પાછી ખેંચવાનો નિર્ણય કરતા હાર્દિક પટેલે આભાર માન્યો હતો.