Patan: કોંગ્રેસ નેતા – ચીફ ઓફિસર થયા આમને સામે

Patan

Patan નગરપાલિકામાં શાસન તંત્ર અને વિપક્ષ વચ્ચેનો તણાવ ખુલ્લેઆમ આવી ગયો છે. 20 જુલાઈએ શહેરમાં બનેલી આગની ગંભીર ઘટનાને લઈને કાલે નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આગની ઘટનાને લઈ આવેદનપત્ર આપવાના હેતુથી આવ્યા કોંગ્રેસના નેતાઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે સીધી ટક્કર થઈ હતી.

કોંગ્રેસના નેતાઓ ફાયર વિભાગની મોડું પહોંચવા અંગે સવાલ ઉઠાવવા ચીફ ઓફિસરની કેબિન સુધી પહોંચ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે આગ જેવી ગંભીર ઘટના વખતે ફાયરની ટીમ સમયસર પહોંચી હોત તો મોટા નુકસાનથી બચી શક્યા હોત. આ દરમિયાન ચીફ ઓફિસરે પોતાને શાસક પક્ષનો વ્યક્તિ ગણાવી, વાતચીતના ધોરણ બદલી નાંખ્યા હતા. તેમના આ નિવેદનથી વાતચીત ગરમાઈ હતી અને ચીફ ઓફિસરની કેબિનમાં જ ઉગ્ર બબાલ સર્જાઈ હતી.

આ પણ વાંચો – BJP Gujarat: ભાવનગર BJPમાં આંતરિક વિખવાદની ચરમસીમા

આ ઘટના બાદ Patan માં રાજકીય તોફાન ઊભું થઈ શકે છે. કોંગ્રેસે ચીફ ઓફિસર સામે વિરોધની યોજના બનાવી હોવાની ચર્ચા છે. ફાયર વિભાગની કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થયા છે. આગની ઘટનામાં થયેલા નુકસાનથી લોકો ભડકી ઉઠ્યા છે. સ્થાનિકોએ ફાયર વિભાગના વ્યવસ્થાપન અને નગરપાલિકા તંત્રની જવાબદારી અંગે ખુલ્લા પ્રશ્નો ઉઠાવ્યા છે.

Scroll to Top