Patan Accident: રાજ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલ રાત્રે પાટણ (Patan )જિલ્લાના સમી તાલુકામાં માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.આ અકસ્માત સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે બની હતી. જેમાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત (Accident) માં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.જ્યારે અને બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં બે લોકોના મોત
મલતી માહિતી અનુસાર અકસ્માત (Accident) બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાી હતી. જેના કારણે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોની ઓળખ ઠાકોર રમેસજી ડુંગરભાઈ અને રબારી ભીખાભાઈ પુંજાભાઈ તરીકે થઈ હતી. આ બંન્ને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતી. જ્યારે સમગ્ર ઘટનામાં કાર અને ઈક્કોમાં સવાર અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા
આ અકસ્માત (Accident) સર્જાતા પરીવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું. અકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે રાજ્યમાં સતત આવા માર્ગ અકસ્માત (Accident) ના કારણે માર્ગ સલામતીની મોટી મોટી વાતો કરતી સરકાર પર સવાલ ઉભા થયા છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, રાજ્યમાં માર્ગ અને સલામતીના નિયમોની વાતો કરતી રાજ્ય સરકાર અને પોલીસ માત્ર દેખાડો કરે છે.