પર્થ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં ભયનો માહોલ, નકલ ન કરો

બોર્ડર-ગાવસ્કર સિરિઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની નજર છેલ્લી બે શ્રેણીમાં મળેલી હારનો બદલો લેવા પર હશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેણે કહ્યું કે ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ખાસ બનવા જઈ રહી છે. તેણે સ્વીકાર્યું કે BGTમાં તેની ટીમ પર વધુ દબાણ છે. વધુમાં કહ્યું કે ટીમના ખેલાડીઓએ નકલ કરવાની જરૂર નથી.

આ શ્રેણી ખુબ સ્પર્ધાત્મક હશે

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હંમેશા ખૂબ જ પડકારજનક હોય છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ખુબ સ્પર્ધાત્મક હશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટને સ્વીકાર્યું હતું કે ભારત સામે છેલ્લી ચાર ટેસ્ટ સિરિઝ હારી છે. જેના કારણે ટીમ પર દબાણ રહેશે.ભારતીય ટીમ ઘણી પ્રતિભાશાળી છે અને તેની સામે રમવું ખુબ પડકાર જનક હશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવી ખૂબ જ સારી રહેશે. ભારતીય ટીમ ઘણી સારી છે, પરંતુ અમારી તૈયારી પણ સારી છે.

ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીન), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન) , રવિચંદ્રન અશ્વિન , રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ, આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.

ભારતની 5 ટેસ્ટ મેંચ

22-26 નવેમ્બર:     પહેલી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર:      બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર:     ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર:    ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી:   પાંચમી ટેસ્ટ, સિડની

Scroll to Top