Delhi New CM Race: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. હવે દિલ્હી (Delhi) ના નવા મુખ્યમંત્રીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.મળતી માહિતી અનુસાર નવા સીએમના શપથ ગ્રહણ સમારોહ 19 ફેબ્રુઆરીએ થશે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રવેશ વર્મા (pravesh varma) નું નામ મુખ્યમંત્રી પદની રેસમાંથી બહાર થઈ ગયા છે.સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આ રેસમાં ત્રણ નામ સામેલ છે, જેમાંથી નવી દિલ્હી (Delhi) બેઠક પરથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય પ્રવેશ વર્મા નથી.
મનજિંદર સિંહ સિરસા રેસમાં આગળ
ભાજપના મુખ્યનેતાઓ ત્રણ ધારાસભ્યોના નામ પર ચર્ચા કરી રહી છે.આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે અને એક-બે દિવસમાં નિરીક્ષકોની નિમણૂક પણ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પછી ધારાસભ્ય દળની બેઠક મળશે અને તે બેઠકમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવશે.સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બીજેપી દિલ્હી (Delhi) સીએમ માટે મનજિંદર સિંહ સિરસા, જિતેન્દ્ર મહાજન અને રેખા ગુપ્તાના નામ પર વિચાર કરી રહી છે. આ ત્રણમાંથી કોઈપણ એક દિલ્હી (Delhi) ના નવા સીએમ બની શકે છે.
એક મહિલા સહિત આ ત્રણ નામો મોખરે
વર્ષ 2025ના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. આ સિવાય વર્ષ 2027ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. આવી સ્થિતિમાં એકાદ-બે વર્ષમાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તેવા તમામ રાજ્યોના સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ્રાદેશિક-જ્ઞાતિના સમીકરણો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.