Gondal ના ગુંડારાજ સામે પરશોત્તમ રૂપાલાએ તોડ્યું મૌન, શું હવે ગોંડલમાં થશે મોટી કાર્યવાહી ?

Gondal News : ગુજરાતનું એ ગોંડલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કારણ કે ગોંડલની એક ઘટના કે જેમાં પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા અને હવે ગુજરાત ભાજપના નેતાઓ વારંવાર નિવેદન આપી રહ્યા છે કે કાયદો એ કાયદાનું કામ કરશે. અંતે રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.


પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ મામલે અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો નિવેદન આપી ચૂક્યા છે પરંતુ અમને વિશ્વાસ છે કે કાયદો એ કાયદાની રીતે કામ કરશે. આ સમાજની વાત છે તેવું કહીને પુરૂષોત્તમ રૂપાલા અટકી ગયા. આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવું મારું સ્પષ્ટ માનવું છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ.

મહત્વનું છે કે, Gondal ના પાટીદાર સમાજના યુવક પર આખી આ ઘટનાને મામલે પાટીદાર સમાજના આગેવાનોની અંદર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનોની અંદર પણ આક્રોશ સાથે એક રેલી પણ કાઢવામાં આવી હતી અને આ બંને પક્ષે આવેદન પત્રો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ, અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ભરત બોઘરા અને જયેશ રાદડિયા આ મામલે નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ પાટીદાર સમાજના જે આગેવાનો કે જે અનામત આંદોલન થકીએ રાજકીય પક્ષ સાથે જોડાયા તે આક્રોશ સાથે પોતાની વાત રજૂ કરી હતી. તેવામાં પરષોત્તમ રૂપાલાએ પણ હવે આ મામલે ભેદી મોન તોડી અને નિવેદન આપ્યું છે. પરષોત્તમ રૂપાલાને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું કે કાયદો એ કાયદાની રીતે કામ કરશે.

Scroll to Top