Parliament: ભાજપના ઈજાગ્રસ્ત સાંસદને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો સમગ્ર ઘટના

Parliament Winter Session: સંસદ સંકુલમાં મારામારીના આક્ષેપો વચ્ચે દેશમાં રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આરોપ લગાવ્યો છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તેના બે સાંસદો, પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત પર ધક્ક મુક્કી કરી હતી.જ્યારે આ બંન્ને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને મકર દ્વાર પર રોક્યા અને મારપીટ કરી.

સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી ઝપાઝપી બાદ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી જ્યાં બેઠા હતા ત્યાં જતા જોવા મળી રહ્યા છે. બીજેપી સાંસદ પ્રતાપ સારંગીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રતાપ સારંગીને જોઈને રાહુલ ગાંધી (Rahul Gandhi) થોડીવાર રોકાઈ ગયા. નિશિકાંત દુબે સહિત ત્યાં હાજર તમામ બીજેપી સાંસદોએ તેમના પર નિશાન સાધવાનું શરૂ કર્યું હતું. બીજેપી સાંસદ પ્રતાપ સારંગીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક સાંસદને ધક્કો માર્યો હતો.જેના કારણે હું પડી ગયો હતો. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમણે ભાજપના સાંસદો પર તેમને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે એક વિડિયો બહાર પાડ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના સભ્યોએ સંસદ સંકુલમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સહિત અનેક મહિલા સાંસદો સાથે ધક્ક મુક્કી કરી હતી.

રાહુલ ગાંધી ઘાયલ પ્રતાપ સારંગીને ખબર અંતર પૂછવા પહોંચ્યા

કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ બાબાસાહેબ આંબેડકર વિશેની ટિપ્પણી બદલ ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ સંસદ સંકુલમાં પ્રદર્શન કર્યું હતું.ત્યા ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ કર્યો હતો.મુખ્ય વિરોધ પક્ષ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન મારામારી થઈ હતી.

 

 

Scroll to Top