President Speech: સંસદનું બજેટ સત્ર આજથી (31 જાન્યુઆરી) શરૂ થયું છે. આ સત્ર સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) એ મહાકુંભમાં મૌની અમાવસ્યા પર બનેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી રાષ્ટ્રપતિ મુર્મુ (Droupadi Murmu) એ જણાવ્યું કે કેવી રીતે ભારત સરકારના પ્રયાસોને કારણે દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે.
મહાકુંભ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુ (Droupadi Murmu) એ કહ્યું કે, સરકાર અભૂતપૂર્વ સિદ્ધિઓ દ્વારા ભારતની વિકાસયાત્રાના આ સુવર્ણ સમયગાળામાં નવી ઉર્જા આપી રહી છે. મહિલાઓ ખેડૂતો અને યુવાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા મળી રહી છે.આ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે ઘણું કામ કરી રહી છે.મહિલાઓના નેતૃત્વમાં વિકાસમાં દેશને સશક્ત કરવામાં માને છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું વિસ્તરણ કરીને ત્રણ કરોડથી વધુ પરિવારોને નવા મકાનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના પાંચ કરોડ લોકો માટે ધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો નિર્ણય કર્યો છે.સરકારે આઠમા પગાર પંચનો નિર્ણય લીધો છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણો ફાયદો થશે. ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આજે આપણા યુવાનો સ્ટાર્ટઅપ્સ, સ્પોર્ટ્સથી લઈને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે.