ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જીલ્લામાં તાપમાન નીચુ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં
છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન ગગડીને 7.5 ડિગ્રી થઈ ગયું છે. જે રાજ્યનું સૌવથી ઓછુ તાપમાન હોય છે. ગત શનિવારે નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે
24 કલાકમાં 3.3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન ગગડીને 7.5 ડિગ્રી
હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ શુષ્ક રહેશે. હવામાન નિષ્ણાતોએ 10 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન કર્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. સીઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે.
10મી ડિસેમ્બરના રોજથી પવનની ગતિમાં અને ઠંડીમાં વધારો થશે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી તથા અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, 10મી ડિસેમ્બરના રોજથી પવનની ગતિમાં અને ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે. પવનની સ્પીડ વધીને 14થી લઈને 20 કિમી પ્રતિકલાકની ઝડપ થશે. આ પવનની સ્પીડ એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે.