હવામાન નિષ્ણાંત Paresh Goswami એ આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે, તેમજ અરબ સાગરમાં વાવાઝોડું બનશે કે કેમ તે અંગે આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે Arabian Sea માં એક સિસ્ટમ બની રહી છે. પરંતુ આ સિસ્ટમ Cyclone બનશે કે નહીં તેના પર અમારી સતત નજર છે. હાલ તે નક્કી નથી કે વાવાઝોડું બનશે જ. જો આ સિસ્ટમ દરિયાકાંઠાથી ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે તો ત્યાં વાવાઝોડું બની શકે છે. સિસ્ટમને જોતા એવું લાગે છે કે તે વાવાઝોડું બનવાની સંભાવના બહુ છે.
ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડશે?
27 મે પછી વરસાદની સિસ્ટમ Gujarat પરથી પસાર થશે. 27, 28, 29 અને 30 મેના રોજ ગુજરાતમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. એટલે કે 2 ઈંચથી લઈ 4 ઈંચ સુધી વરસાદ પડશે. કોઈ જગ્યાએ 4 ઈંચથી વધારે વરસાદ પડશે. એવું કહી શકાય કે મે મહિનાના અંત ભાગમાં ગુજરાતના ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડશે.
ગુજરાતના કયા ભાગમાં ભારે વરસાદ પડશે?
વિસ્તારની વાત કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અરેલી, ભાવનગર, બોટાદ, સહિતના સૌરાષ્ટ્ર આભાગમાં વરસાદની તીવ્રતા વધારે રહશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારાએવા વાવણીલાયક વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગર હલવાથી મધ્યમ વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડી શકે છે. કચ્છમાં નહીંવત વરસાદ પડશે.
આ પણ વાંચો – Ahmedabad Police: મહિલાની હેરાનગતિ છતાંય કોઈ કાર્યવાહી નહીં?
આ પણ વાંચો – Asiatic Lion: રાજ્યની આન બાન શાન, જાહેર થયા આંકડા