wether: પરેશ ગોસ્વામીની તોફાની આગાહી, રાજ્યમાં કાતિલ ઠંડી રાઉન્ડ આ તારીખથી ચાલુ થશે

પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજીતરફ નલિયામાં પણ 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 4.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

નલિયામાં પણ 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 2 ડિગ્રી સુધી વધ ઘટ જોવા મળશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.

18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે.18 ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને ઠંડીમાં આંશિક રાહત પણ મળશે.આગામી 16,17 અને 18 એમ ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું આવશે. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે. આગામી 17 અને 18 એમ બે દિવસ સુધી તાપમાન ઊંચું આવશે. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે.

ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું

આ તરફ પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે તો અમદાવાદમાં હજુ ત્રણ દિવસ લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જોકે હવામાન નિષ્ણાંતોએ અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રી પર પહોંચવાનું અનુમાન વ્યકત કર્યું છે.

 

 

Scroll to Top