બનાસકાંઠાના Palanpur અંબાજી હાઈવેની બાજુમાં આવેલી સંસ્થા Life Defence Academy કાર્યરત છે. જ્યાં યુવક અને યુવતીઓ પોલીસ અને આર્મી સહિતની તાલીમ લેવા માટે ત્યાં આવતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરી આર્મીના ઊંચા સપના પૂરા કરવા માટે તાલીમ લેવા માટે ત્યાં પહોંચે છે.
જો કે આ એકેડમીના સંચાલકએ દીકરીને પ્રેમજાળની અંદર ફસાવે છે અને બાદમાં તેમને ફરવાના બહાને એક હોટલની અંદર લઈ જાય છે અને હોટલની અંદર તેમની સાથે બીભત્સ વીડિયો પણ ઉતારે છે. વીડિયો ઉતાર્યા બાદ આ દીકરીને વારંવાર તે પોતાના રૂમની અંદર બોલાવે છે અને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરી લાઈફ બગાડી તેવા પણ આરોપો લગાડવામાં આવ્યા છે.
ત્યારબાદ આ દીકરી ભાંગી પડે છે અને આ ભાંગી પડેલી યુવતી એકેડમી છોડી અને પોતાના ઘરે પરત ફરી જાય છે. તેમના સપનાઓ તૂટે છે આ વાત એ કોઈના કાન સુધી તે પહોંચાડી નથી શક્તિ. કેમ કે આ વાત તેમના પરિવાર સુધી પહોંચે તો પરિવારની અંદર તો આઘાત લાગે પણ સાથે સાથે ગામની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ જાય. એટલા માટે આ યુવતી થોડી રાહ જોવે છે પોતાનાથી સહન થતું હતું તેટલી બધી જ વાત તે સંચાલકની માનીને સહન કર્યું.
પોતાની સહનશક્તિ તૂટી અને દીકરી જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે પરિવારને આ ઘટનાની જાણ કરે છે. ત્યારથી આ નરાધામ સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરનો પ્રવીણ રામભાઈ કાગસિયા નામનો આ યુવક જે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું એ પરિવાર પાલનપુરના પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પણ પહોંચે છે.
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલે કહ્યું “ઝેર પી ને મરી જઈશ પણ…”
પાલનપુરના લાઈફ ડિફેન્સ એકેડમીનો સંચાલક આ યુવતી પર દુષ્કર્મ ગુજર્યા બાદ એ ફરાર થઈ જાય છે અને શનિવારે રાત્રે આ યુવતીના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ પરથી એ લાઈવ થાય છે. લાઈવ થયાનો એ વીડિયો પણ આ પરિવાર રેકોર્ડ કરી લે છે.
આ વીડિયોનું રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવે છે અને પોલીસને કહેવામાં આવે છે કે અમારી યુવતીનું તેની પાસે એકાઉન્ટ તેના ફોનની અંદર ઓપન છે અને તેમાંથી ઓપન થઈને તે લાઈવ કરી અને અનેક યુવકો આ લાઈવ જોઈ રહ્યા છે. તેમ છતાય તેમનામાં કોઈ એક ફોન આવે છે અને ફોન આવ્યા બાદ એ તરત આ લાઈવ બંધ કરી દે છે. એટલે કે ઓફલાઈન થઈ જાય છે તેમ છતાય આ Banaskantha Police બનાસકાંઠાના એસપી આ યુવતીને ન્યાય અપાવાને બદલે આ આરોપીનો બચાવ કરી રહ્યા હોય તેવા આરોપો પરિવાર દ્વારા લગાડવામાં આવ્યા છે.