Pal Ambaliya: ભાજપ સંગઠન સામે મોટા આરોપ

Pal Ambaliya

ભાણવડ તાલુકા પંચાયતમાં રાજકારણ ગહન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જ્યાં તાલુકા પંચાયતના પ્રમુખે જાહેરમાં ભાજપ સામે ગંભીર આરોપો લગાવતાં નવો રાજકીય તોફાન સર્જાયો છે. તાલુકા સ્તરની કામગીરીમાં ભેદભાવ અને રાજકીય દબાણ હોવાના આક્ષેપો સાથે સમગ્ર મામલો તીવ્ર બન્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખે દાવો કર્યો કે તેઓ દ્વારા થયેલા એજન્ડાની અમલવારી મંજૂર છતાં કરવામાં આવતી નથી. સરકારી સ્તરે મળેલ મંજૂરી બાદ પણ એજન્ડા લાગુ ન થવા દેવું, તેમજ નવા ચૂંટાયેલા સરપંચનું સન્માન ન થવા દેવું — એ બાબતોને લઈને પ્રજાપ્રતિનિધિ મંચે અસંતોષ વ્યક્ત થયો છે.

આ પણ વાંચો – Devusinh Chauhan: ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવાની માગ!

દ્વારકાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ Pal Ambaliya પણ ખૂલ્લા શબ્દોમાં BJP પર સળગતો હુમલો કરી ચૂક્યા છે. તેમના નિવેદન મુજબ, “સરકારી કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો સામે ખાસ વ્યવસ્થા થાય છે. તેમને ખુરશી મળે છે, પણ કોંગ્રેસના હોદ્દેદારોને તો કાર્યક્રમ પહેલાં જ હોમ અરેસ્ટ કરવામાં આવે છે.” આ પ્રકારની વલણસર સરકારની નીતિ પર પણ આંબલીયાએ સવાલ ઉઠાવતાં કહ્યું, “તાલુકા પ્રમુખે એજન્ડા બનાવ્યા છતાં સરપંચનું સન્માન કરવામાં અવરોધ કેમ? કોંગ્રેસ શાસિત સંસ્થાઓ સામે વળગેલી નીતિ ખુલ્લી બાયસ દર્શાવે છે.”

Scroll to Top