Pahalgam Terror Attack : આતંકી હુમલો ગંભીર ઘટના, આવા તત્વોને જવાબ આપવો જ પડે: મોરારીબાપુ

Pahalgam Terror Attack Terrorist attack is a serious incident Morari Bapu

Pahalgam Terror Attack :  જમ્મુ-કશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આતંકની ઘટનાને કથાકાર મોરારીબાપુ (Morari Bapu)એ વખોડી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ જણાવ્યું છે કે આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના છે. આવા તત્વોને જવાબ આપવો જ પડે છે.

મોરારીબાપુ (Morari Bapu) એ દુ:ખી હૃદયે મૃતકના પરિવજનો સાંત્વના પાઠવી હતી. કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી હતી. મોરારી બાપૂએ કથા દરમિયાન કહ્યું કે, “હું મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયા છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરૂં છું. કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયા હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી 100 કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. હું પરમ સ્નેહી અરૂણભાઇને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. 5 લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે”.

સોમનાથ અને દ્વારકામાં હાઇ એલર્ટ અપાયું
આતંકવાદી હુમલાને પગલે રાજ્યના મહત્ત્વના ગણતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતની ત્રણેય સેનાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની બોર્ડર નજીક હોવાથી ગુજરાત બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અંબાજી મંદિરમાં SOG તહેનાત
બનાસકાંઠા જિલ્લાને પાકિસ્તાની સરહદ અડીને આવેલો છે. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી યાત્રાધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરે SOGની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે.

ત્રણ આતંકવાદીઓના સ્કેચ સાથે નામ પણ જાહેર
ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ હુમલા પાછળ ત્રણ આતંકવાદીઓના નામ પણ જાહેર કર્યા છે. આતંકીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ હુમલામાં જીવીત રહેલા લોકોના નિવેદનનોના આધારે આ સ્કેચ બનાવવામાં આવ્યાં છે. આમને શોધવા માટે ભારતીય સેના દ્વારા ઘાટીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

2019 પછી સૌથી મોટો હુમલો
પહેલગામમાં થયેલો હુમલો 2019માં કલમ 370 નાબૂદ થયા પછીનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો ગણવામાં આવે છે, તેની જવાબદારી ISI-સમર્થિત લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ સ્વીકારી છે. આ ઘટનાના ભયાનક દ્રશ્યો દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા અને જંગલોમાં છુપાતા જોવા મળે છે.


Read More: Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી! બારામુલ્લામાં બે આતંકવાદીને ઠાર માર્યા  
Read More: Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીનાં મોત, ભાવનગરના ગુમ પિતા-પુત્રનું મોત
Read More: Pahalgam Terror Attack : પહેલગામમાં AK-47થી કતલેઆમ કરનાર આતંકવાદીની પહેલી તસવીર સામે આવી
Read More: Pahalgam Terror Attack : પાકિસ્તાને ફરી ઓકાત બતાવી, પહેલગામ હુમલા પાછળ ‘ભારત જ જવાબદાર’

WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top