Pahalgam Terror Attack: દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાં પહલગામ હુમલાની ઉજવણી ! વીડિયો વાઈરલ…

Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની સાથે, ટોચના પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.પહેલગામ પર આતંકી હુમલા વચ્ચે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક મંગાવવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક યુવક કેક લઈ જતો દેખાઈ રહ્યો છે.

એક યુવક પાકિસ્તાન સ્થિત હાઈ કમિશનમાં કેક લઈ જતો દેખાઈ રહ્યો છે. બહાર ઉભેલા પત્રકારોએ કેકને લઈને યુવકને સવાલ કર્યો હતો. પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. ભાજપ નેતા નવીન કુમાર જિંદલે તેના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં પુછ્યું કે શું ભારત છોડતા પહેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં પહેલગામ હુમલાની ખુશીમાં ઉજવણી કરવાની તૈયારીઓ થઈ રહી છે ?

ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સેના, નૌસેના અને વાયુ સેનાના સલાહકારોને એક અઠવાડિયાની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે. સાથે જ ભારતે ઈસ્લામાબાદ સ્થિત તેના દુતાવાસમાં તૈનાત અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે.

પીએમ મોદી બુધવારે સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પરત ફર્યા અને કેબિનેટ સમિતિની (CCS) બેઠક યોજી. બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

CCS બેઠકમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ ન થાય. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્તિ યોજના પર પણ કડકતા જાળવવામાં આવી છે. હવે પાકિસ્તાની નાગરિકોને આ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top