Republic day: ગુજરાત માટે ગૌરવની ક્ષણ,26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ઝાંખી રજૂ કરાશે

Republic day: 26માં જાન્યુઆરીએ દિલ્હીમાં કર્તવ્યપથ (kartavypath) પર વિવિધ રાજ્યની ઝાંખી રજૂ કરવામાં આવતી હોય છે. આ વર્ષે 76માં પ્રજાસત્તાકની ઉજવણી દરમિયાન કર્તવ્યપથ (kartavypath) પર ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે. ગુજરાત તરફથી આ વર્ષે ઝાંખીમાં વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોને ઉજાગર કરે છે.

ગુજરાતની અસ્મિતાનું કર્તવ્યપથ પર પ્રદર્શન

દિલ્હીના કર્તવ્યપથ (kartavypath) પર ગુજરાતની ઝાંખીમાં પ્રથમ સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કિર્તી તોરણ ગોઠવાયેલું છે.ઝંખીના છેલ્લા છેડે 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે. જ્યારે આ બધાની વચ્ચે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝાંખીમાં જનજાતીય ગૌરવ’ને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો ‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વોટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ ઝાંખીને ભવ્ય બનાવે છે.

16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 76-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

 

Scroll to Top