Parlament: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન (america) સૈન્ય વિમાન બુધવારે (5 ફેબ્રુઆરી) શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકા (america) નું લશ્કરી વિમાન C-17 પંજાબ અને વિવિધ રાજ્યના Illegal immigrantsને લઈને આવ્યું હતું.જેમાં અમેરિકા (America) થી ભારતમાં મોકલવામાં આવેલા લોકોની સંખ્યા 104 છે. આ લોકોમાં સૌથી વધુ પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. પંજાબના કુલ 30 લોકો આ યાદીમાં છે. પંજાબના અલગ-અલગ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ સિવાય અમેરિકા (America) થી ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે.
આ તમામ ભારતીયોનું ગૌરવનું અપમાન
હવે આ મુદ્દો લોકસભા (parlament) માં વિપક્ષી સાંસદો દ્રારા ઉઠાવવામાં આવ્યો હતો.વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં હાથકડી પહેરીને સરાકરી નીતિઓનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સાસંદ શશિ થરૂરે કહ્યું આનો વિરોધ કરવામાં આવશે. તેમને તે લોકોને દેશનિકાલ કરવાનો કાનૂની અધિકાર છે.પંરતુ તેમને અચાનક લશ્કરી વિમાનમાં હાથરકડી પહેરાવીને મોકલવાએ ભારતનું અપમાન છે. આ તમામ ભારતીયોનું ગૌરવનું અપમાન છે.
વિપક્ષી નેતાઓએ સરકાર સામે વિરોધ કર્યો
વિપક્ષના સાંસદોએ એક થઈને સંસદ ભવન બહાર પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સહિત અનેક વિપક્ષી નેતાઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રદર્શનથી દેશનિકાલનો મુદ્દો વધુ ગરમાયો છે. વિપક્ષનું કહેવું છે કે ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવો એ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને સરકારે આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ.