Operation Sindoor: પ્રધાનમંત્રીનો હુંકાર “સિંદૂર થી સિંધુ સુધી”

Operation Sindoor

લોકસભામાં Operation Sindoor પર ચાલતી ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 કલાક 40 મિનિટનું જોરદાર ભાષણ આપ્યું. એમણે સ્પષ્ટપણે કહ્યું કે આજે ભારત એવી રણનીતિ ધરાવે છે, જે આતંકવાદના મૂળ સુધી પહોંચી શકે છે – “સિંદૂરથી સિંધુ સુધી.” પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર ભારતે કરેલા આ હુમલાને સમગ્ર વિશ્વે સમર્થન આપ્યું હોવાનું પ્રધાનમંત્રી Narendra Modi દાવો કર્યો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે “વિશ્વના કોઈ પણ નેતાએ ભારતને રોકવાનું કહ્યું ન હતું.”


PM મોદીએ જણાવ્યું કે Operation Sindoor દરમિયાન કોઈ પણ દેશે ભારતને રોકવાનો પ્રયાસ કર્યો નહતો. ટૂંકમાં, વિશ્વે ભારતની આત્મરક્ષા ને યોગ્ય ગણાવી. “પાકિસ્તાનના DGMO એ પોતે આપણા DGMO ને વિનંતી કરી કે હવે હુમલા રોકો. તેમને ખબર પડી ગઈ હતી કે આપણા પ્રહારોનો સામનો કરવા તેમની પાસે શક્તિ નહોતી.”

આ પણ વાંચો – Donald Trump: ઓબામા સાથેનો AI-જનરેટેડ વિડિયો કર્યો શેર

મોદીએ કહ્યું કે ભારતે બહાવલપુર અને મુરીદકે સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારમાં ચોક્કસ ટેક્નિક વડે આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો. પહેલીવાર એવું થયું કે ભારતે આવી રણનીતિ બનાવી જ્યાં આપણે પહેલા ક્યારેય ગયા નહોતા. અનેક એરબેઝ આજ સુધી ICU માં છે.” PM મોદીના અનુસાર, ઓપરેશન સિંદૂરના ઈરાદા પહેલા જ દિવસથી સ્પષ્ટ હતા. “અમે બિન-ત્વરિત અને ચોક્કસ લક્ષ્યાંક સાથે આગળ વધ્યાં છીએ. આજે ફરીથી કહી દઉં – Operation Sindoor ચાલુ છે.”

Scroll to Top