Operation Sindoor : ભારતની PAK પર એરસ્ટ્રાઈક, 100 Km અંદર ઘૂસીને 9 આતંકી અડ્ડા ફૂંકી માર્યા

Operation Sindoor India Strikes 9 Terror Bases In Pakistan

Operation Sindoor Live Updates : જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. મંગળવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો.

બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા.

ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે પાકિસ્તાનમાં 4 અને પીઓકેમાં 5 મળી કૂલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું.

આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.

પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર, બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે 24 મિસાઇલો છોડી હતી.

એરસ્ટ્રાઈકમાં તબાહ થાય આ 9 ઠેકાણાં
1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.

2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.

3. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.

4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.

5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.

6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.

7. બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.

8. સરજાલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.

9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.

Scroll to Top