જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. મંગળવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો.
ભારતની એરસ્ટ્રાઇકથી છંછેડાયેલું પાકિસ્તાન કંઇ પણ અટકચાળો કરે તો તેનો જવાબ આપવા માટે પણ ભારતીય સેના તૈયાર છે. સુરક્ષાના કારણોસર ગુજરાતના ત્રણ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઇ છે. જામનગર એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ અને ભૂજ એરપોર્ટ પર ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડીંગ સુરક્ષાના કારણોસર બંદ કરાયું છે.
જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એર ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ચંડીગઢ અને પંજાબની ઘણી ફ્લાઇટ્સ બપોરે 12 વાગ્યા સુધી રદ કરી છે.
જ્યારે એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, અમૃતસર, લેહ, જોધપુર, ભૂજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટની બધી ફ્લાઇટ્સ આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.’ જ્યારે અમૃતસર જતી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દિલ્હી મોકલવામાં આવી રહી છે.
ઉલ્લેલખની છે કે ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે પાકિસ્તાનમાં 4 અને પીઓકેમાં 5 મળી કૂલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું.