Koli Thakor Samaj: રાજકોટના વિંછીયા તાલુકામાં અગામી સમયમાં કોળી સમાજ (koli samaj) નું મહા સંમેલન મળવા જઈ રહ્યા છે.આ સંમેલન પહેલા સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતી દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્ખી વિંછીયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાની બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોને પોલીસ દમનમાં મારમારવો અને ર્નિદોષ 92 લોકોને ખોટીરીતે 17 જેટલા ગંભીર ગુન્હા પાસા ખેચવામાં આવે તેવો પત્ર લખી માંગ કરી હતી.
પત્રમાં શું હતો ઉલ્લેખ
વિંછીયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજીક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી. હત્યારાને પકડવામાં ચાર દિવસ વિંછીયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહી સંભાળવા સાથે ન્યાય માટે ધરણા કરેલા જેમાં ચાર દિવસ બાદ માત્ર પાંચ આરોપી પકડેલા અને પોલીસે બાહેધરી આપી.આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે તમામ આરોપીને જાહેરમાં માર મારી સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે.બાંહેધરી સાથે મૃતક ની ડેટબોડી લઈ અને ધરણા પુર્ણ કરેલા અને તા. 6 નારોજ જયારે તમામ હત્યારા આરોપીનું સરઘસ નિકળીશે એ હેતુ અર્થે વિંછીયા અસંખ્ય લોકો હાજર થઈ ગયા લોકોની એકજ માંગ કે, તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે. આ વિસ્તારમાં જાહેરમાં કોય પરીવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદા વ્યવસ્થાનુ ભાન કરાવવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા પર ભરોશો બેસે પરંતુ પોલીસ એકની બે ન થઈ પ્રથમ મહીલા પોલીસ દ્રારા બહેનો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
92 ર્નિદોષ લોકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ
વિંછીયા પી.એસ.આઈ સરવૈયા દ્રારા અગાવુ કોય મેજીસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચઅધિકારી પાસે લાઠી ચાર્જ કે ટીયર ગેસની પરવાનગી વિના લોકોપર હીટલર સાહી વલણ અપનાવી લોકોને ઢોર માર મારી અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે તેમજ સરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવા જેવા પ્રયાસ કરેલા અને જીવલેણ હુમલો કરેલો જેમાં અનેક લોકો તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલી છે તો અમારી એકજ માંગ છે. વિંછીયા પી.એસ.આઈ સરવૈયા દ્રારા અગાવુ કોય મેજીસ્ટ્રેટ કે અન્ય કોઈ ઉચઅધિકારી પાસે લાઠી ચાર્જ કે ટીયર ગેસની પરવાનગી વિના લોકોપર હીટલર સાહી વલણ અપનાવી લોકોને ઢોર માર મારી અસંખ્ય લોકોના હાથ, પગ, માથાના ભાગે તેમજ સરીરના અન્ય ભાગે જાનથી મારી નાખવા જેવા પ્રયાસ કરેલા અને જીવલેણ હુમલો કરેલો જેમાં અનેક લોકો તે વખતે સરકારી દવાખાને સારવાર લીધેલી છે. આ લોકોના ટોળા ને વધારે ઉસ્કેરમાં માટે વિંછીયા પોલીસે પ્રાયાસ કરેલો અને 92 લોકો પર ખોટીરીતે 17 જેટલી કલમ ઉમેરી ફરીયાદ કરેલી પરંતુ જેમાં ખરેખર વિંછીયાની અંદર ખરીદી, મજુરી, કે અન્ય કારણો સર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવેલા છે. તો આ તમામ બાબત પર અભ્યાસ કરી ખરેખર જે ર્નિદોષ છે તેના પરથી આ ખોટીરીતે કરવામાં આવેલ ફરીયાદ હટાવવામાં આવે અને વિંછીયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ કે ટીયર ગેસની મંજુરી આપીતેની તપાસ કરવામાં આવે અને રસ્તામાં જયાં હીરાના કારખાના છે તે તમામ કારીગરની ટુ વ્હીલર ગાડીને પોલીસે ભાંગ તોડકરી તે કોના કહેવાથી કરવામાં આવી અને તેનું વળતર ચુંકવવામાં આવે અને તમામ ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ, ટીયરગેસ છોડનારા તમામ પર પોલીસ ફરીયાદ કરવામાં આવે અને 92 ર્નિદોષ લોકોને ન્યાય આપવામાં આવે એવી અમારી માંગ છે.