One Nation-One Election: વન ઈલેક્શન બિલ 17 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયું હતું.ત્યારબાદ આ બિલ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 મળીને કુલ 31 સાંસદોના નામ છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ લોકસભાના સાંસદ પુરુષોત્તમ રુપાલાને સ્થાન મળ્યું છે.
સંયુક્ત સંસદીય સમિતિમાં લોકસભાના 21 સાંસદો છે.
ક્યા સાંસદને સ્થાન મળ્યું
પ્રિયંકા ગાંધી વાડ્રા, મનિષ તિવારી, સુખદેવ ભગત, પી.પી. ચૌધરી, સી.એમ. રમેશ, બાંસુરી સ્વરાજ, પુરુષોત્તમ રુપાલા, અનુરાગ ઠાકુર, વિષ્ણુદયાલ રામ, ભૃતહરી મહતાબ, સંબિત પાત્રા, અનિલ બલૂની, વિષ્ણુદત્ત શર્મા, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનરજી, ટી.એમ. સેલ્વાગણપતિ, જી.એમ. ડરીશ બાલયોગી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, ચંદન ચૌહાણ અને બાલશૌરી વલ્લભાનેનીનો સમાવેશ થાય છે.
JPC સમિતિની શું ભૂમિકા હોય છે?
સરકારે વન નેશન-વન ઈલેક્શન બિલને ગૃહ પછી સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલી આપ્યું છે. આ એક વિશેષ સમિતિ છે, જે રાષ્ટ્રીય મહત્વની બાબતોની તપાસ માટે સંસદ દ્વારા જ બનાવવામાં આવે છે. JCP ખાસ કરીને બીલ અથવા નાણામાં મોટી ગેરરીતિઓના આરોપોની તપાસ કરે છે. જેપીસીમાં બંને ગૃહોના સભ્યો હોય છે.જેપીસીમાં લગભગ તમામ મુખ્ય પક્ષોના સાંસદો હોય છે. આ સમિતિ સંશોધન કરે છે અને તે મુદ્દાઓ પર અહેવાલો તૈયાર કરે છે. જેની ભવિષ્યમાં દેશ પર લાંબા ગાળાની અસર થવાની હોય છે.