America: અમેરીકા જવાની યુવાનોમાં ઘેલછા દિન પ્રતિદિન વધતી જવા મળી રહી છે.ઘણા લોકો ILTS તથા PTI જેવી પરીક્ષા આપીને જતા હોય છે. પરંતુ જે લોકો કોઈપણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર અને ગેરકાયદેસર અમેરીકા જવા માંગતા હોય તેવા લોકો ડંકી રૂટની પંસદગી કરતા હોય છે. પરંતુ તે લોકો જાણતા હોતા નથી કે ડંકી રૂટ પર કેવા પ્રકારની મૂશ્કેલી પડતી હોય છે. આ ડંકી રૂટ પર અમેરીકા ગયેલી ગ્વાટેમાલાની મહિલાએ જણાવ્યું હતું કે, હું મારા પતિ સાથે અમેરીકા જવા ડંકી રૂટ પર જવા નિકળ્યા હતા.એજન્ટે તેને ખાતરી આપી હતી કે અમેરીકા સુરક્ષીત રીતે પહોંચાડી દેશે. પરંતુ આ રૂટ પર આગળ નિકળ્યા અમેરિકાની બોર્ડર તરફ જતા સમયે મેક્સિકોના રેનોસા સિટી પાસે ટ્રક આવીને ઉભો રહ્યો. આ ટ્રકમાં સવાર લોકોએ અમારી પાસે પૈસા માગ્યા હતા. પરંતુ અમારી પાસે પૈસા ન હોવાથી મારા પતિ સામે મને નગ્ન કરી જોરદાર માર મારવામાં આવી હતી.આ ઉપરાંત આ માફિયાએ પૈસા ન હોવાને કારણે મારા પર વારાફરતી 20 લોકોએ રેપ કર્યો હતો.આ ગ્વાટેમાલાની મહિલાની દર્દનાક ઘટના સાંભળી તમારી પણ ઉંઘ ઉડી જશે.
America જતા ડંકી રૂટ પર પતિથી પત્નીને અલગ કરી દે અને યુવતીઓ બને છે હવસનો શિકાર ! | Indian Deport US
