Haryana: ઈન્ડિયન નેશનલ લોકદળના વડા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું 89 વર્ષ શુક્રવારે (20 ડિસેમ્બર) નિધન થયું છે. તેમણે તેમના ગુરુગ્રામના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતો. ચૌટાલા ચાર વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા.2 ડિસેમ્બર 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને 171 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. આ પછી તેઓ 12 જુલાઈ 1990ના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા.ફરી તેમણે 22 માર્ચ 1991ના રોજ ફરીથી સીએમ બન્યા અને 15 દિવસ સુધી રહ્યા. ઓમપ્રકાશ ચૌટાલા 24 જુલાઈ 1999ના રોજ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા અને 2 માર્ચ 2000 સુધી રહ્યા. ત્યારબાદ તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. એટલે કે તેઓ 2005 સુધી મુખ્યમંત્રી રહ્યા.
પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું 89 વર્ષ નિધન
મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન અત્યંત દુખદ છે. તેમને મારી નમ્ર શ્રદ્ધાંજલિ. તેમણે જીવનભર રાજ્ય અને સમાજની સેવા કરી છે. આ દેશ અને હરિયાણા રાજ્યની રાજનીતિ માટે અપૂર્વીય ખોટ છે. ભગવાન શ્રી રામ દિવંગત સંતને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના છે. ઓમ શાંતિ.
મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ નિધન પર શોક વ્યક્ત કર્યો
ઓમપ્રકાશ ચૌટાલાના પિતા ચૌધરી દેવીલાલ બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. તેઓ 21 જૂન, 1977ના રોજ પ્રથમ વખત સીએમ બન્યા અને લગભગ બે વર્ષ સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ તેઓ 20 જૂન, 1987ના રોજ સીએમ બન્યા અને બે વર્ષ અને 165 દિવસ સુધી આ પદ પર રહ્યા. દેવીલાલ પણ બે વખત નાયબ વડાપ્રધાન બન્યા હતા. તેમણે નવેમ્બર 1990 થી જૂન 1991 અને ફરીથી ડિસેમ્બર 1989 થી ઓગસ્ટ 1990 સુધી આ પદ સંભાળ્યું હતું.
ચૌટાલા પરિવારની ત્રીજી પેઢી હરિયાણાના રાજકારણમાં
ચૌટાલા પરિવારની ત્રીજી પેઢી હરિયાણાના રાજકારણમાં છે. ચૌટાલા પરિવાર બે જૂથોમાં વહેંચાયેલો છે. ઓપી ચૌટાલાના પુત્ર અજય સિંહ ચૌટાલાએ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) બનાવી છે. તેમનો બીજો પુત્ર અભયસિંહ ચૌટાલા તેમની સાથે રહ્યો હતો. તાજેતરની ચૂંટણીમાં INLD અને JJP બંને પક્ષોને મોટો ફટકો પડ્યો હતો.જેજેપી પાંચ વર્ષ સુધી ભાજપ સાથે સત્તામાં હતી. આ પાર્ટી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. જો કે INLDને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો મળી હતી.