Jalaram Bapa: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન સામે રધુવંશી સમાજ અને લોહાણા સમાજના લોકો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે. જેના પર વૃદ્ધ માજીએ ભારે વિરોધ કર્યો છે. આ માજીનો ગુસ્સો જોઈ તમે પણ ચોકી જશે. વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ધરણા પણ થશે. જ્યારે આજે વહેલી સવારથી વિવાદીત નિવેદન પર વીરપૂર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે.
Jalaram Bapa પર જ્ઞાનપ્રકાશની અજ્ઞાનતા પર વૃદ્ધ માજીનો ગુસ્સો સાતમા આસમાને | Virpur | Swaminarayan
