Odhav Demolition: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિવિધ જગ્યાએ ગેરકાયદે દબાણ કરેલા વિસ્તારમાં સરકાર દબાણ દૂર કરવા બુલડોઝર ફરી વળ્યું હતું. આ બુલડોઝર ફરી વળતા આ વિસ્તારમાં રહેતા રબારી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઓઢવ (Odhav) રબારી કોલોનીની મુલાકાત લેશે. પીડિત લોકો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ ઓઢવ (Odhav) વિસ્તારમાં ધરણા કરે તેવી સંભાવના રહેલી છે.
રબારી સમાજના મકાનો તૂટતા લોકોમાં રોષ
વર્ષોથી રહેતા લોકોને ટૂંકા ગાળાની નોટિસ આપી એમના મકાન તોડી પાડવામાં આવ્યા આ ભાજપ સરકારની તાનાશાહી અને હિટલરશાહી દર્શાવે છે.ભાજપના નેતાઓની ગેરકાયદેસર મિલ્કતો પર બુલડોઝર ચલાવાની હિમ્મત હોય તો ભ્રષ્ટ ભાજપ સરકારમાં નથી પણ ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોના ઘર પર બુલડોઝર ચલાવીને માનવતા વિરુદ્ધનું કાર્ય ભ્રષ્ટ ભાજપે કર્યું છે જે ખુબજ દુઃખદ છે.
ઈસુદાન ગઢવી ઓઢવ વિસ્તારની લીધી મુલાકાત
થોડા દિવસ પહેલા પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રબારી વસાહતમાં આવેલા બંન્ને પ્લોટને ખાલી કરવામાં આવ્યા હતા.આ માટે JCB અને મંજૂરોની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત અનેક રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.AMC મકાનો તોડી પાડતા ઘટનાના પડઘા સમગ્ર વિસ્તારમાં પડ્યા હતા.