Nushrratt Bharuccha બીમારીમાં પણ વ્યસ્ત , જાણો હેલ્થ અપડેટ

– બીમાર હોવા છતાં મીટિંગમાં વ્યસ્ત
– શરીરમાં દુખાવો અને આંખના ઈન્ફેક્શનથી પરેશાન
– નુસરતાએ 2002માં ડેબ્યું કર્યું હતું

 

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ હેલ્થ અપડેટ પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું કે, તે બીમાર છે. તાવ, શરીરમાં દુખાવો અને આંખના ઈન્ફેક્શનથી પરેશાન છે. નુસરતાએ ઇન્સ્ટાગ્રામ પર કારની સેલ્ફી લીધી હતી. ફોટામાં તે કારની પાછળની સીટ પર બ્લેક ડ્રેસ અને ડાર્ક ચશ્મા પહેરીને બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, બીમાર હોવા છતાં તે મીટિંગ માટે ગઈ હતી.

શરીરમાં દુખાવો અને આંખના ઈન્ફેક્શનથી પરેશાન

ગયા અઠવાડિયે અભિનેત્રીએ પ્રથમ વખત કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોની મુલાકાત લીધી હતી. ભરૂચાએ તેના દર્શનના કેટલાક ફોટા પણ શેર કર્યા અને કહ્યું કે તે આશીર્વાદ અનુભવી રહી છે. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું, ‘ધન્ય! મારું પ્રથમ કેદારનાથ અને બદ્રીનાથ દર્શન, ગોડપ્લાન

નુસરતાએ 2002માં ડેબ્યું કર્યું હતું

નુસરતે 2002માં ટેલિવિઝન શો ‘કિટ્ટી પાર્ટી’થી અભિનયની શરૂઆત કરી હતી. તેને 2006માં ‘જય સંતોષી મા’થી બોલિવૂડમાં શરૂઆત કરી હતી. કલ કિસને દેખા, તાજમહેલ, લવ સેક્સ ઔર ધોખા, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નુસરત લવ રંજન દ્વારા લિખિત અને નિર્દેશિત રોમેન્ટિક કોમેડી બડી ફિલ્મ પ્યાર કા પંચનામામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, દિવ્યેન્દુ શર્મા, રેયો એસ બખિરતા, સોનાલી સહગલ અને ઈશિતાએ અભિનય કર્યો હતો.

Scroll to Top