Visavadar મળતી માહિતી અનુસાર વિસાવદર બેઠક પર મોટું સમાધાન થયું છે. આ સમાધાનમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે. હાઇકોર્ટમાં અરજી કરેલી હોવાથી આ બેઠક પર ચૂંટણી અટકી ગઈ હતી. પરંતું હવે આ બેઠક પર ચૂંટણી થવાનો માર્ગ મોકળો થયો છે. AAPના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી.બાદમાં ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાય ગયા હતા.હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી ન યોજાઈ હતી બે દિવસ પહેલા અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા.આ દરમિયાન અમિત શાહ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા વચ્ચે બંધ બારણે થઈ હતી બેઠક.આ બેઠક બાદ
હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.
Visavadar માં પેટા ચૂંટણી માટે હવે Bhupat Bhayani નો Harshad Ribadiya એ મોટો ખેલ પાડ્યો | Highcourt
