RCBનો કેપ્ટન વિરાટ કોહલી નહીં પણ ખેલાડી હશે!, નામ જાણી ચોંકી જશો

તમામ ટીમોએ iplની 18મી સીઝન એટલે કે 2025ની ઈન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી કરી લીધી છે. હજી પણ કેટલીક ટીમો એવી છે જેણે હજુ સુધી પોતાની ટીમના કેપ્ટનનું નામ નક્કી કર્યા નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કપ્તાન કોણ હશે તે નક્કી થયું નથી. કેટલાક રીપોર્ટસ અનુસાર વિરાટ કોહલી ફરી એકવાર RCBના કેપ્ટન બનશે તેવી અટકળો હતી. પરંતુ હવે RCBના કેપ્ટનને લઈને એક નવું નામ સામે આવ્યું છે.

રજત પાટીદાર RCBનો કેપ્ટન બની શકે છે?

આઈપીએલ 2024માં દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ આરસીબીના કેપ્ટન હતા. પરંતુ ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ 2025ની હરાજીમાં આ ખેલાડીને ખરીદ્યો ન હતો. જ્યારે RCBએ પ્લેસિસને છોડ્યો ત્યારે વિરાટના કેપ્ટન બનવાના સમાચાર સામે આવ્યા હતા. ટીમમાં અન્ય એક યુવા ખેલાડી છે જે આવનારા ઘણા વર્ષો સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે. RCBએ વિરાટની સાથે આ ખેલાડીને પણ જાળવી રાખ્યો હતો. આ યુવા ખેલાડીનું નામ રજત પાટીદાર છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન

રજત પાટીદાર ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્યપ્રદેશ માટે શાનદાર ફોર્મમાં છે. તેની છેલ્લી પાંચ ઇનિંગ્સમાં પાટીદારે 78, 62, 68, 4 અને 36 રન બનાવ્યા છે. પાટીદારે પોતાની જોરદાર બેંટીગ RCBમાં ત્રીજા નંબરનું સ્થાને રમે છે. એક ઉત્તમ બેટ્સમેન હોવા ઉપરાંત તે એક ઉત્તમ કેપ્ટન પણ છે. તેણે વર્તમાન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ આ સાબિત કર્યું છે.

IPL 2025 માટે RCBની ટીમ

વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક દાર સલામ, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુશારા, મનોજ ભંડાગે, જેકબ બેથલ, દેવદત્ત પડિકલ, સ્વસ્તિક ચિકારા, લુંગી નગીદી, અભિનંદન સિંહ અને મોહિત રાઠી.

Scroll to Top