NDA: નીતિશ કુમારે ભાજપને આપ્યો ઝટકો, આ રાજ્યમાં સમર્થન લીધું પાછુ

NDA: નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઇટેડ)એ મણિપુર (manipur) માં ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે.તેના કારણે ભાજપ (bjp) સરકારને ફટકો પડ્યો છે. મણિપુર (manipur) માં જેડીયુના કુલ છ ધારાસભ્યો છે.જેમાંથી પાંચ ધારાસભ્યો પહેલાથી જ ભાજપ (bjp) માં જોડાઈ ગયા છે. હવે બાકી રહેલા એક ધારાસભ્યે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે.તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અને બિહારમાં ભાજપનો મુખ્ય સહયોગી પક્ષ છે.

મણિપુર રાજ્યમાં સરકાર પાસેથી ટેકો ખેંચ્યો પાછો

મણિપુર (manipur) માં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં JDUએ છ બેઠકો જીતી હતી.પરંતુ ચૂંટણીના થોડા મહિનાઓ પછી પાંચ ધારાસભ્યો ભાજપ (bjp) માં જોડાઈ ગયા હતા.તેના કારણે ભાજપ સરકાર વધુ મજબૂત થઈ ગયા હતા. 60 સભ્યોની વિધાનસભામાં હાલમાં ભાજપ (bjp) પાસે 37 ધારાસભ્યો છે.આ ઉપરાંત નાગા પીપલ્સ ફ્રન્ટના પાંચ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. JDU સમર્થન પાછી ખેંચી લેતા ભાજપ સરકારને કોઈ અસર પડવાની નથી.

મણીપુરમાં ભાજપને કોઈ અસર નહીં

પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મણિપુર (manipur) માં જનતા દળ (યુનાઈટેડ)ના એકમાત્ર ધારાસભ્ય મોહમ્મદ અબ્દુલ નાસિરને વિધાનસભાના છેલ્લા સત્રમાં સ્પીકર દ્વારા વિપક્ષ સાથે બેસાડવામાં આવ્યા છે.ત્યારબાદ જનતા દળ (યુનાઇટેડ) મણિપુર (manipur) માં ભાજપ (bjp) ની સરકારને સમર્થન કરતી નથી. હવેથી jduના ધારાસભ્ય મોહમ્મદ અબ્દુલ નાસીર ગૃહમાં ભાજપ (bjp) નો વિરોધ કરતા જોવા મળશે.

નીતિશ કુમારે ભાજપને આપ્યો ઝટકો

2024માં લોકસભાની ચૂંટણીમાં નીતીશ કુમાર (Nitish Kumar) ની JDUએ 12 બેઠકો જીતી હતી. જ્યારે આ લોકસભામાં ભાજપ બહુમતીના આંકડાથી થોડી સીટો ઓછું પડી હતી. આ સમયે બહુમતીના આંક સુધી પહોંચવામાં નીતીશ કુમારે મદદ કરી હતી.આ ઉપરાંત બિહારમાં ભાજપ (bjp) અને જેડીયુના ગઢબંધનથી સરાકર ચાલી રહી છે. હવે આ વર્ષના અંતમાં બિહારમાં ચૂંટણી યોજાવાની છે. જો કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાલમાં એનડીએ સાથે છે. પરંતુ પક્ષ બદલવાનો તેમનો મોટો રેકોર્ડ છે.

 

 

 

 

 

 

 

 

 

Scroll to Top