વિસાવદર વિધાનસભા બેઠકે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીંના મતદારો શૈક્ષિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સજાગ અને જાગૃત છે. વિધાનસભા ચૂંટણીમાં Visavadar બેઠક પરથી ભારતીય કોંગ્રેસ પક્ષે એક જાગૃત અને અનુભવશાળી યુવા નેતા Nitin Ranpariya ને મેદાનમાં ઉતાર્યા છે.
Nitin Ranpariya ને શ્રેષ્ઠ યુવા નેતૃત્વનો અનુભવ
નીતિન રાણપરિયા રાજકારણમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી સક્રિય છે. 2002માં તેમણે પોતાનું રાજકીય જીવન યુવા Congress થી શરૂ કર્યું અને ત્યારબાદ વિવિધ સ્તરે સતત કાર્ય કરીને પોતાનું નેતૃત્વ સાબિત કર્યું છે.
- 2002થી 2009: ભેંસાણ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ
- 2009થી 2016: વિસાવદર વિધાનસભા ક્ષેત્ર યુવા કોંગ્રેસના પ્રમુખ
Nitin Ranpariya સ્થાનિક સ્વરાજ્યનો મજબૂત પાયો
આ સમયગાળામાં તેમણે સ્થાનિક યુવાનોને સંગઠિત કરી વિવિધ સામાજિક અને વિકાસલક્ષી અભિયાન ચલાવ્યાં.
- 2007થી 2017: ભેંસાણ ગ્રામ પંચાયતના સભ્ય
- 2015થી 2020: જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય
જિલ્લા પંચાયતમાં તેમણે વિકાસલક્ષી કામોની દેખરેખ રાખી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત અનેક કામો માટે રજુઆત કરી હતી.
- 2015થી 2017: ICDC બ્રાંચ (Industrial Cooperative Development Corporation) જૂનાગઢના સભ્ય
- 2017થી 2020: જિલ્લા પંચાયત જનરલ બોર્ડના સભ્ય
આ તમામ હિતાધિકારીઓ તરીકેની ભૂમિકાઓમાં તેમણે ખેડૂત કલ્યાણ, બાળ પોષણ અને સ્થાનિક રોજગારના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નશીલ રહ્યા.
- 2022માં ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની નિમણૂક થવી એ તેમના નેતૃત્વ ઉપર કોંગ્રેસ પક્ષના વિશ્વાસનો પુરાવો છે.
આ પણ વાંચો – Kirit Patel: હાઇવોલ્ટેડ ડ્રામા વચ્ચે BJP ના ઉમેદવારનું નામ જાહેર
વિઝન અને વચન
- નીતિન રાણપરિયા ખાસ કરીને ખેડૂત, યુવાઓ અને ગ્રામિણ વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમના મતે, “વિસાવદરની જમીન અતિઉપજાઉ છે, છતાં ખેતમજૂરો અને ખેડૂતોએ પુરતો ન્યાય નથી મળતો. અમારા લક્ષ્યાંકમાં સમૃદ્ધ ખેતતંત્ર, મજબૂત શિક્ષણ અને જાતે ઊભા રહેનારા યુવાઓ છે.”