મહેસાણા-કડી વિસ્તારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel એ મોટું નિવેદન આપ્યું છે. કડી ખાતે સરદાર પટેલ ગ્રુપના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપીને તેમણે આમ આદમી પાર્ટી પર સીધો રાજકીય પ્રહાર કર્યો. કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “‘AAP’ હોય કે ‘જાપ’, અમને કોઈ ફરક નથી પડતો.” તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ હંમેશા ભાજપના સાથે રહ્યો છે અને આગળ પણ રહેશે.
Nitin Patel એ પોતાના ભાષણમાં પાટીદાર સમાજને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, “બાપ–દાદાની વારસાની જમીનો સાચવો, જમીનને કારણે જ આજે પાટીદાર સમાજ સુખી અને વિકસિત છે.”
તેમના આ નિવેદનને લોકોમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. કડી વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને નીતિન પટેલના આ નિવેદનથી ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. પાટીદાર સમાજને સંબોધીને તેમણે આપેલો સંદેશ અને ‘AAP’ પર કરેલો પ્રહાર રાજકીય પરિસ્થિતિને નવી દિશા આપે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો – Khodaldham ખેડૂતોની વ્હારે આવ્યું, ઉદ્યોગપતિ હોય તો આવા



