Tahawwur Rana | 26/11 મુંબઈ હુમલાનો આરોપીને ભાડાના વિમાનમાં ભારત લવાયો, આટલા કરોડનો થયો ખર્ચ!

NIA gets 18 days custody of 2611 accused Tahawwur Rana after extradition

Tahawwur Rana | 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને 16 વર્ષ બાદ ભારત લાવવામાં આવ્યો છે. હાઈકોર્ટે 18 દિવસની NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તપાસ એજન્સી આરોપી સાથે 2008ના હુમલા વિશે પૂછપરછ કરશે. તહવ્વુરને NIA હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં બનાવેલી 14/14ની સાઈઝની જેલમાં રાખવામાં આવશે. પૂછપરછ કરનારી ટીમનું નેતૃત્વ ડીઆઈજી જયા રૉય કરશે. રાણાને અમેરિકામાંથી ભારત લાવવામાં રૉયની ભૂમિકા મહત્ત્વની રહી છે.

ભાડાના વિમાનમાં ભારત લવાયો
આરોપીને અમેરિકાથી ભારત લાવવાનું ઓપરેશન જેટલું સંવદેનશીલ હતું, તેટલું મોંઘુ પણ હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તહવ્વુર રાણાને અમેરિકાના મિયામીથી ભારત લાવવા માટે એક લક્ઝરી ચાર્ટર પ્લેન Gulf Stream G-550 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પ્રતિ કલાકનો ખર્ચ આશરે 9 લાખ રૂપિયા છે. ચાર્ટર જેટને વિએના સ્થિત એક એરક્રાફ્ટ ચાર્ટર સર્વિસ પાસેથી ભાડે લેવામાં આવ્યું હતું. બુધવારે બપોરે 2:15 વાગ્યે (સ્થાનિક સમય) આ વિમાન મિયામીથી રવાના થયું અને તે જ દિવસે સાંજ 7 વાગ્યે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યું. અહીં આશરે 11 કલાકનો બ્રેક લીધા બાદ, ગુરૂવારે સવારે 6:15 વાગ્યે ફરી ફરી ઉડાન ભરી આશરે 40 કલાક બાદ સાંજે 6:22 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

મિયામીથી દિલ્હીની ટિકિટ આશરે 4 લાખ
આ આખી મુસાફરી માટે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જોકે, મિયામીથી દિલ્હી સુધી બિઝનેસ ક્લાકની ટિકિટ આશરે 4 લાખ રૂપિયા થાય છે. આ હિસાબથી જોઈએ તો ભારત સરકારે રાણાને લાવવા માટે લગભગ 100 ગણા વધારે પૈસા ખર્ચ કર્યાં. Gulfstream G550 ને અલ્ટ્રા લૉન્ગ રેન્જ મિડ-સાઇઝ કેટેગરીમાં રાખવામાં આવે છ. તેની સૌથી ખાસ વાત તેનું શાનદાર ઈન્ટીરિયર છે. આ વિમાનમાં મોટાભાગે 19 મુસાફરોની ક્ષમતા છે. આ સિવાય આ વિમાનમાં ઇન-ફ્લાઇટ વાયરલેસ ઈન્ટરનેટ, સેટેલાઇટ ફોન અને મૉડર્ન એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ છે. તેની અંડાકાર બારીઓ તેને એક અલગ ઓળખ આપે છે અને VIP મુસાફરી માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે.

NIA તહવ્વુર પાસે આ 24 સવાલોના જવાબ માગશે
1. 26 નવેમ્બર, 2008ના રોજ તહવ્વુર રાણા ક્યાં હતો?
2. 8 નવેમ્બર, 2008થી 21 નવેમ્બર, 2008 દરમિયાન તહવ્વુર રાણા ભારત કેમ આવ્યો હતો અને તે દરમિયાન ક્યાં ક્યાં ગયો હતો?
3. ભારતમાં તહવ્વુર રાણા કોને કોને અને ક્યાં ક્યાં મળ્યો હતો?
4. તહવ્વુર રાણાને 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં મોટા આતંકી હુમલા વિશે શું જાણકારી હતી?
5. ડેવિડ કોલમેન હેડલીને ક્યારથી ઓળખે છે, તેને નકલી વિઝા આપી ભારત કેમ મોકલ્યો હતો?
6. ડેવિડ હેડલીએ તહવ્વુર રાણાને ભારતમાં હુમલાની યોજના વિશે શું જણાવ્યું હતું, તેમજ કયાં સ્થળે તેઓ ગયા હતા?
7. મુંબઈ હુમલામાં તહવ્વુર અને હેડલીની શું ભૂમિકા હતી?
8. ડેવિડને ઈન્ડિયન વિઝા અપાવવામાં મદદ કેવી રીતે કરી?
9. હુમલા માટે માહિતી મેળવવામાં હેડલીને શું મદદ કરી હતી?
10. લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સૈયદને કેવી રીતે ઓળખે છે, અને પહેલી વાર ક્યાં મુલાકાત થઈ હતી?
11. હાફિઝ સૈયદ સાથે શું અને કેવા સંબંધ હતાં?
12. લશ્કર-એ-તૈયબાની મદદ કેવી રીતે કરી, મદદ કરવાના બદલામાં શું મળ્યું?
13. લશ્કર-એ-તૈયબામાં હાફિઝ સૈયદ ઉપરાંત કેટલા લોકોને ઓળખે છે?
14. લશ્કર-એ-તૈયબાને ચલાવવા માટે ફંડ ક્યાંથી આવે છે, કોણ-કોણ લોકો સૌથી વધુ ફંડ આપે છે?
15. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ કેવી રીતે મદદ કરે છે?
16. હુમલાના ટાર્ગેટ કેવી રીતે પસંદ કર્યા, તેના માટે આઈએસઆઈ શું સૂચના આપે છે?
17. લશ્કર-એ-તૈયબામાં કોણ ટ્રેનિંગ આપે છે, કેવી રીતે ભરતી કરે છે?
18. ડોક્ટરની નોકરી છોડી આતંકનો માર્ગ કેમ અપનાવ્યો?
19. પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ સાથે કેવા સંબંધ હતા?
20. મુંબઈ હુમલામાં આઈએસઆઈ તરફથી માત્ર મેજર ઈકબાલ અને સમીર અલી સામેલ હતા, કે મોટા-મોટા અધિકારી પણ સામેલ હતા?
21. શું આઈએસઆઈ ઉપરાંત પાકિસ્તાન સરકારને પણ આ આતંકી હુમલા વિશે જાણ હતી?
22. હુમલા વખતે આતંકીઓને શું સૂચના આપવામાં આવી હતી?
23. એવું શું બોલીને છોકરાઓને આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવતાં હતાં?
24. હુમલાની સંપૂર્ણ પ્લાનિંગમાં કોણ કોણ સામેલ હતાં, તેમની ભૂમિકા શું હતી?


WhatsApp Channel

Scroll to Top