Bharat Boghra ના વિવાદમાં નવો વળાંક,રઘુવંશી સમાજે કરી મોટી માંગ…..

Bharat Boghra: ભાજપના દિગ્ગજ નેતા ભરત બોઘરા ખુબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા અલ્પેશ ઢોલરીયા દ્રારા આયોજીત કાર્યક્રમમાં ભરત બોઘરા પહોંચ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખ સાથે ઉગ્ર બલાચીલી થઈ હતી.પહેલા બોઘરાં સોનલ બેન વસાણીને ઊકારે તુંકારે વાત કરે છે. બાદમાં આ મહિલાએ બધાની વચ્ચે ભરત બોઘરા (Bharat Boghra) ને ન કહેવાનું કહ્યું હતુ.જેના કારણે મોટો વિવાદ સર્જાયો હતો. હવે રઘુવંશી સમાજે મુખ્યમંત્રી સામે મોટી માંગ કરી છે.

રઘુવંશી સમાજે મુખ્યમંત્રી સામે મોટી માંગ કરી

સોનલબેન વસાણી સાથે થયેલ ગેરવર્તણુકને રઘુવંશી સમાજ નિંદનીય ઠરાવે છે. સોનલ બેન વસાણી રાજકોટ જિલ્લા ભાજપનાં મહિલા મોરચાના પ્રમુખ જસદણ નગર પાલિકાનાં સદસ્ય છે. તેમજ રામધામ ટ્રસ્ટનાં મહિલા પ્રમુખ પણ છે. ભાજપ જ્યારે મહિલા સશક્તિકરણની વાતો કરે છે. તથા મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતું કરે છે. ત્યારે ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાં (Bharat Boghra) સોનલ બેન વસાણીને ઊકારે તુંકારે કરી અપમાનિત કરેલ છે.

સોનલબેન વસાણી સાથે ગેરવર્તણુકને નિંદનીય

ભરત બોઘરા (Bharat Boghra) એ તે કર્યક્રમમાં કરેલા વાણી વિલાસ પર રઘુવંશી સમાજે ભાજપ પ્રમુખ તથા મુખ્યમંત્રીને વિનંતી કરતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં ઉલ્લેખ કરતા લખ્યું કે રઘુવંશી સમાજે હવે સમજી જવાની જરૂર છે. કોઈપણ સંજોગોમાં આ વાત જતી ન કરવી જોઈએ. આપણા સમાજને કંઈ મળે ન મળે તોય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. રઘુવંશી સમાજ ભાજપની સ્થાપના થી આજ સુધી સતાના મોહ વગર ભાજપ સાથે જોડાયેલ છે. આ વાણી વિલાસ કરનાર નેતા ઉપર લગામ સરકારે લગાવવી જોઈએ.

 

 

 

 

 

 

Scroll to Top