Morbi : ગુજરાતના રાજકારણમાં નવી ચેલેન્જ: કાંતિ અમૃતિયાએ કર્યો ફરી એકવાર ઇટાલિયાને લલકાર 

મોરબીના રાજકારણમાં ચેલેન્જોની સિરીઝ ચાલી રહી છે. એક તરફ રાજીનામાની રાજનીતિ ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હવે વિકાસની નવી ચેલેન્જ લઈને મેદાનમાં ઉતર્યા છે. એમણે નામ લીધા વિના પોતાના રાજકીય વિરોધીઓને સીધી વિકાસની રાજનીતિની ચેલેન્જ આપી છે. કાંતિ અમૃતિયાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ છેલ્લાં થોડાં સમયથી પડેલી સમસ્યાઓ અંગે ખેદ વ્યક્ત કરે છે અને મોરબીની જનતાને ખાતરી આપે છે કે હવે આગળ વધવાનો સમય છે. એમના મતે, મોરબીમાં આગામી 6 મહિનામાં મોટા પાયે વિકાસ કામો શરૂ થવાના છે. “ગાંધીનગર અને મોરબીમાં મારી ઘણી બેઠકો થઈ ગઈ છે. હવે મોરબીની જનતાને ખરા અર્થમાં વિકાસ દેખાડવો છે.”

અમે વિકાસની ચેલેન્જ લઇએ છીએ:
•મોરબી શહેરમાં આગામી 6 મહિનામાં 20 થી વધુ વિકાસ કાર્યો હાથ ધરાશે.
•વીશીપરા અને લાતી પ્લોટ વિસ્તારમાં તાત્કાલિક કામગીરી શરૂ થશે.
•લાતી પ્લોટ વિસ્તારમાં જૂની સમસ્યાઓનું સ્થાયી ઉકેલ લાવવામાં આવશે.
•દરેક વોર્ડ માટે અલગ કાર્યકરો નિમવામાં આવ્યા છે, જેથી લોકોના પ્રશ્નો તરત ઉકેલી શકાય.
•કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ, ડ્રેનેજ અને જરૂરિયાતના આધારે ખાતમુહૂર્ત થશે.


રાજકારણના ગરમાયેલા માહોલમાં હવે વિકાસમાર્ગે લડવાનું કાંતિભાઈનું પ્રયાસ, તેમના માટે એક રી-ઇમેજિંગ મુમેન્ટ બની શકે છે. ભવિષ્યમાં આ ચેલેન્જે કોણે હાંસલ કરશે અને કોણે ગુમાવશે, તે તો સમય બતાવશે. પરંતુ હાલમાં મોરબીના રાજકારણમાં વિકાસના વાદળો ફરી છવાતા દેખાઈ રહ્યા છે.

Scroll to Top