- સગીરાને ગર્ભ રહી જતાં નરાધમના કાળા કારસ્તાનનો ભાંડો કૂટ્યો
- પોલીસે આરોપી સામે પોસ્કો અને BNSની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો
- આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી
Gir Somnath રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે. જુનાગઢની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘરકામ કરવા આવેલી સગીરા પર નરાધમએ એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ આરોપી સામે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાની એક સગીરા પાડોશમાં રહેતા શખ્સના ઘરે ઘરકામ કરવા ગઇ હતી. જે દરમિયાન મકાન માલિકે એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરી પૂર્વક દૂષ્કર્મ આચર્યું હતું. સગીરાને છ મહિનાનો ગર્ભ રહી જતાં નરાધમના કાળા કારસ્તાનનો ભાંડો કૂટ્યો હતો.
સગીરાની માતાએ પુછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા શખ્સે બળજરી કરી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની વાત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બનાવને લઇ સગીરાની માતાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી શખ્સ સામે પોસ્કો અને BNSની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ભેસાણમાં પિતાએ જ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભેસાણ ગામમાં રહેતા એક પિતાએ પોતાની જ સગીરવયની પુત્રી ઉપર દુષ્કર્મ કરતા પુત્રીની માતાએ જ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાની માતાએ પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા દુષ્કર્મના ગુનામાં આકરી સજાની માગ કરી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં કારમાં ચાલતો હતો ‘હવસ’ નો વેપાર
આ પણ વાંચોઃ Weather : ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી