Delhi Elction: NDAમાં તિરાડ, આ પાર્ટી ઉમેદવાર ઉભા રાખતા ભાજપને ફટકો

Delhi Elction: અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. એનસીપીએ 11 ઉમેદવારોને ટિકિટ આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ દિલ્હી (Delhi Elction) માં પાર્ટીએ 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકિટ આપી. એનસીપીના સંસદીય બોર્ડની મંજૂરી બાદ પ્રથમ તબક્કામાં 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. NCPએ બુરારી, બદલી, મંગોલપુરી, ચાંદની ચોક, બલી મારન, છતરપુર, સંગમ વિહાર, ઓખલા, લક્ષ્મી નગર, સીમા પુરી અને ગોકુલ પુરીથી ઉમેદવારોની જાહેરાત કરી છે.

11 ઉમેદવારોના નામ

1. બુરારીથી                                     રતન ત્યાગી
2. બદલી                                          મુલાયમ સિંહને
3. મંગલપુરી                                    ખેમચંદ
4.ચાંદની ચોક                                 ખાલિદુર રહેમાન
5.બલ્લીમારન                                 મોહમ્મદ હારૂન
6. છતરપુર                                      નરેન્દ્ર તંવર
7.સંગમ વિહાર                                કમર અહેમદ
8.ઓખલા                                       ઈમરાન સૈફી
9.લક્ષ્મીનગર                                  શ્રીનમ:
10. સીમાપુરી                                 રાજેશ લોહિયા
11. ગોકુલપુરી                                  જગદીશ ભગત

 

NDAને ઝટકો

NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટી દિલ્હી (Delhi Elction) માં આ પહેલા પણ ચૂંટણી લડી હતી. આ વખતે પણ ચૂંટણી લડશે. ગઠબંધન માટે એનડીએ સાથે પણ ચર્ચા કરવામાં આવશે.NCPએ જે રીતે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહી નથી.

આમ આદમી પાર્ટીએ 70 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા

દિલ્હી (Delhi Elction) માં કુલ 70 વિધાનસભા બેઠકો છે. જેમાં આમ આદમી પાર્ટીએ તમામ 70 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 47 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે બાકીના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. જ્યાં AIMIMએ દિલ્હી (Delhi Elction) રમખાણોના આરોપી તાહિર હુસૈનને મુસ્તફાબાદથી મેદાનમાં ઉતારીને ચૂંટણીનો જોશ વધારી દિધો છે.સૂત્રો અનુસાર દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને પણ સીલમપુરથી ટીકિટ આપવામાં આવશે.

Scroll to Top