Navsari: તપોવન આશ્રમ શાળામાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

Navsari

Navsari જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર આવેલી Tapovan Ashrama Shala માં ધોરણ 9માં અભ્યાસ કરતા Megh Shah ને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત થયું. મેઘ શાહ થોડા દિવસ પહેલાં જ આશ્રમમાં એક્સ્ટ્રા ક્લાસ માટે આવ્યો હતો. નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી તપોવન આશ્રમ શાળા આશરે 35 વર્ષથી શાળા અને હોસ્ટેલ ચલાવે છે. જેમાં આશરે 322 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. હાલમાં વેકેશન હોવા છતાં પણ એક્સ્ટ્રા ક્લાસમાં બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. આ એક્સ્ટ્રા ક્લાસમાં હાજર રહેવા માટે મેઘ શાહ મધ્યપ્રદેશના ખેતિયાથી ચાર-પાંચ દિવસ પહેલાં નવસારી આવ્યો હતો. જ્યારે મેઘ ઘરેથી આવ્યો ત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હતો.

ગત તારીખ 24મી મેના રોજ રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મેઘને શરીરમાં દુખાવો થતો હોવાથી તેણે આશ્રમ શાળાના સહાયક હર્ષદ રાઠવાને જાણ કરી હતી. પરંતુ Harshad Rathva એ કંઈ તબીબી સહાય કરી નહીં ફક્ત એસિડીટીની દવા આપી દીધી. આખી રાત તેને પોતાના ખોળામાં રાખી સાંત્વના આપતા રહ્યા. અંતે સવારે 8 વાગે મેઘને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે રસ્તામાં જ મેઘનું મોત થયું.

આ પણ વાંચો – Vastral: એક તરફી પ્રેમમાં પરિણીત મહિલાની હત્યા, આરોપીની ધરપકડ

આ પણ વાંચો – Kana Jadeja: બદનામ કરવાનું કાવતરું કોણે રચ્યું?

આ સમગ્ર ઘટના બાદ પરિવારે સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા છે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થાય એ માટેની અરજી ગ્રામ્ય પોલીસને આપી છે. જો કે, નવસારી ગ્રામ્ય પોલીસે આ સમગ્ર મામલે ડોક્ટરની પ્રાથમિક તપાસના આધારે અકસ્માત મોતની નોંધ કરીને મૃતકના શરીરમાંથી વિશેરા લઈ વધુ તપાસ હાથ ધરી છે. જે બાદ પોતાના કામમાં બેદરકારી દાખવનાર સહાયક હર્ષદ રાઠવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

Scroll to Top