Jayesh Radadiya ના પ્રહાર પર નરેશ પટેલે આપ્યો સણસણતો જવાબ

Jayesh Radadiya: રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા જામકંડોરણામાં ભવ્ય સમુહ લગ્ન હતા. આ લગ્નમાં જયેશ રાદડિયા (Jayesh Radadiya) એ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું.તેમણે નામ લીધા વગર વિરોધીઓ પર આક્રર પ્રહાર કરતા કહ્યું હતું કે સમાજમાં રાજકારણ કર્યા વગર સીધા મેદાનમાં આવી જાવ.આ ઉપરાંત તેમણે નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.તેમણે વધુમાં કહ્યું અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે, પરંતુ હું તેમને કહી દઉ છું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરજો.

નો કોમેન્ટ

જયેશ રાદડિયા (Jayesh Radadiya) એ આડકતરી રીતે કરેલા પ્રહાર પર નરેશ પટેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી.આજે ખોડલધામમાં ખોડલ જયંતિ કાર્યક્રમ સાથે ખોડલધામ યુવા સમિતિની કન્વીનર મિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેશ પટેલ (Naresh Patel) પણ હાજર રહ્યા હતા.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થાનિક પત્રકારોએ નરેશ પટેલ (Naresh Patel)  નું નિવેદન લીધું હતું. આ નિવેદનમાં નરેશ પટેલે (Naresh Patel) ચાલતા વિવાદ પર ‘નો કોમેન્ટ” નો જવાબ આપ્યો હતો.

આ હતો વિવાદ

તેમણે વધુમાં કહ્યું કે જે લોકો સારુ કામ કરવાના પ્રયત્ન કરતા હોય તેમના અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો નહીં તો તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા આવડ્યું છે. પરિણામ આપતા આવડ્યું છે એમ વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે મેદાનમાં મારે ન ઉતરવુ પડે તે જોજો. હું પણ રાજકીય માણસ છું, મારે મેદાનમાં ન ઉતરવું પડે તે જોજો.

 

Scroll to Top