IPL 2025ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. મુંબઈએ અફઘાનિસ્તાનના અલ્લાહ ગઝનફરને મોટી રકમમાં ખરીદ્યો છે. આ ખેલાડીની ઉંમર માત્ર 18 વર્ષની છે. ગઝનફરને મુંબઈએ 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સનો નેટ બોલર પણ રહી ચૂક્યો છે. ગઝનફર પર પ્રથમ બોલી કોલકાતા નાઈટ રાઈડર્સે લગાવી હતી. ત્યારપછી RCBએ પણ આ ખેલાડીને ખરીદવા માટે પ્રયત્નો કર્યા હતા. KKRએ 4.60 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ મુંબઈએ તેને 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સનો નેટ બોલર પણ રહ્યો
અલ્લાહ ગઝનફરનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સનો નેટ બોલર પણ રહ્યો છે. પરંતુ વિઝાના અભાવે ભારત આવી શક્યો ન હતો. હવે મુંબઈની મુખ્ય ટીમનો ભાગ હશે. અફઘાનિસ્તાન માટે અત્યાર સુધીમાં 8 વનડે મેચ રમી છે. આ દરમિયાન 12 વિકેટ લીધી છે. 12 લિસ્ટ A મેચમાં 16 વિકેટ લીધી છે. 16 T20 મેચોમાં 29 વિકેટ લીધી છે.
મુંબઈએ આ ખેલાડી ખરીદ્યા
મુંબઈ ઈન્ડિયન્સે પણ દીપક ચહર પર પૈસા ખર્ચ્યા હતા. મુંબઈએ તેને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચાહરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ટીમે રેયાન રિકલટનને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈએ કર્ણ શર્માને 50 લાખ રૂપિયામાં અને રોબિન મિન્ઝને 65 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમે નમન ધીર માટે આરટીએમનો ઉપયોગ કર્યો હતો.
5 ખેલાડીને રીટન કર્યા
મુંબઈએ સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને જાળવી રાખ્યા હતા. રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં બુમરાહનો સૌથી પૈસા મળ્યા છે. સૂર્યા અને હાર્દિકને 16.35 કરોડ રૂપિયામાં રીટન કર્યા છે.
KKRએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
વેંકટેશ અય્યર KKR માટે મેચ વિનર ખેલાડી સાબિત થયો હતો. આ ખેલાડીએ વર્ષ 2021માં ફ્રેન્ચાઇઝી માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી આ ખેલાડીએ દરેક મોટી મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. વેંકટેશ અય્યરે KKR માટે 50 મેચોમાં 31 થી વધુની સરેરાશથી 1326 રન બનાવ્યા છે. વેંકટેશ અય્યરે IPL 2024ની ફાઇનલમાં માત્ર 26 બોલમાં અણનમ 52 રન ફટકારીને કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું.