PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈ પોલીસને શનિવારે (7 ડિસેમ્બર 2024) એક ધમકીભર્યો msg મળ્યો હતો. આ msgમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ મેસેજ રાજસ્થાનના અજમેરમાં નોંધાયેલા નંબર પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસની ટીમ શંકાસ્પદની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી હતી.

મેસેજ મોકલનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર ?

મીડિયા અહેવાલ અનુસાર વોટ્સએપ મેસેજમાં બે આઈએસઆઈ એજન્ટ અને પીએમ મોદીને નિશાન બનાવવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે અથવા દારૂના નશામાં હોઈ શકે છે. હજુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને હેલ્પલાઈન પર ખોટા ધમકીભર્યા msg મળી ચુક્યા છે.

સલમાન ખાનને ફરી મળી મારી નાખવાની ધમકી

છેલ્લા 10 દિવસમાં મુંબઈ ટ્રાફિક પોલીસને અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકી મળી છે. સલમાન ખાનને ધમકી ભર્યા msgમાં કહ્યું છે કે રાજસ્થાનમાં બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ અથવા ₹5 કરોડ આપવા જોઈએ. જો આમ નહીં થાય તો તને મારી નાખવામાં આવશે.
બિશ્નોઈ ગેંગ હજુ પણ સક્રિય છે.

Scroll to Top