MS Dhoni Retirement: છેલ્લી મેચ બાદ ધોનીએ શું કહ્યું?

MS Dhoni Retirement

MS Dhoni Retirement: Chennai Super Kings એ MS Dhoni ની કેપ્ટનશીપમાં IPL ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 83 રનથી હરાવ્યું હતું. Gujarat Titans ને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 14 લીગ મેચમાં ટીમે 18 પોઈન્ટ મેળવ્યા છે. હાલમાં, હાર છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રવિવારની મેચમાં 231 રનનો ટાર્ગેટ ચેઝ કરવા રમતી ગુજરાતની ટીમ 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નૂર અહમદ અને અંશુલ કંબોજે 3-3 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાને બે વિકેટ મેળવી હતી. ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. અરશદ ખાને 20 રનનું યોગદાન આપ્યું.

MS Dhoni Retirement

અમદાવાદમાં ગુજરાતનું હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરની ગરમીમાં સ્ટેડિયમ ભરેલું હતું. કારણ હતો મહેન્દ્ર સિંહ ધોની. ગુજરાતની મેચ હોવા છતાં તેમના જ હોમગ્રાઉન્ડમાં પીળી જર્સી વધારે જોવા મળી હતી. કેપ્ટન તરીકે અથવા પ્લેયર તરીકે કદાચ છેલ્લી મેચ હશે, તે સમજીને પણ ફેન્સ ધોનીને જોવા પહોંચ્યા હતા. અને ધોનીની ટીમે મેચ જીતી પણ હતી. બધા જ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સેરેમનીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કમેન્ટેટર હર્ષા ભોગલેના સવાલોના જવાબો ધોનીએ શું આપ્યા, જુઓ અહીં…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 230 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 21 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 23 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારી હતી. ઓપનર આયુષ મ્હાત્રેએ 34 અને ઉર્વિલ પટેલે 37 રન બનાવ્યા હતા. GTના પ્રસિદ્ધ ક્રિષ્નાને બે વિકેટ મળી હતી.

આ પણ વાંચો – Dahod Sub Jail: બાપએ જેલનું કર્યું ઉદ્ધાટન, ત્યાં જ બંધ છે દીકરા

આ પણ વાંચો – Gopal Italia: ખમ્મા દિકરિયું-ખમ્મા માવડિયું, દીકરી વ્હાલનો દરિયો

Scroll to Top