Parlament: MP શોભનાબેન આવ્યા જનતાના વહારે, લોકોના આ સવાલો સાંસદમાં રજૂઆત કરી

ગુજરાતના સાંબરકાંઠાના લોકસભાના સાંસદ (parliament ) શોભનાબેન (Shobhanaben) મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા સાંસદ (parliament ) માં હાલ જે બ્રીજનું કામ ચાલે છે.હાઈવેની વચ્ચે હિંમતનગર નગરપાલિકા આવતી હોવાથી પીવાના પાણીની પાઇપ લાઈન, ગટર લાઈન, ગેસ લાઈન તેમજ વીજ લાઈનો માટે રોડ વારંવાર તોડવો પડે છે.જેના કારણે સરકારના પૈસાનો દૂર ઉપયોગ થાય છે.જેથી અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈનોની વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતોની અવરજવર માટે અંડર પાસની મંજૂરી કરી

સાંસદમાં શોભનાબેન  (Shobhanaben) જણાવ્યું હતું કે જીલ્લામાંથી પસાર થતા હાઇવે પર પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે અંડર પાસ મંજુર થયેલ નથી. જેના કારણે આજુ-બાજુ વિસ્તારના 4 થી 5 હજાર લોકો તેમજ ખેડૂતોને અવરજવર માટેનો ખુબ મોટો પ્રશ્ન છે.આ ઉપરાંત હિંમતનગર તાલુકાના પીપલોદિ તેમજ ભિલોડા તાલુકાના ગદાદર કંપા પાસે પણ અંડરપાસ બન્યો નથી. તેના કારણે ખેડુતોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સાંસદે ત્રણેય અંડર પાસ મંજૂર કરવા માટે પાર્લામેન્ટમાં રજૂઆત કરી હતી.

તમામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈનોની વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરવામાં આવી

પાર્લામેન્ટમાં સાસંદે (parliament ) જનતા માટે અનેક માંગો કરી હતી. બીજી એક મહત્વની રજૂઆત એ હતી, કે હાઇવે ઉપરના તમામ બ્રિજની આજુબાજુના સર્વિસ રોડ વરસાદના પાણીના કારણે તૂટી જાય છે. તેને બચાવા માટે આર.સી.સી વર્કથી બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પાર્લામેન્ટ (parliament ) માં આ વિવિધ રજૂઆત કરી શોભના બેને લોકોના દિલ જીતી લીધા હતા. જનતા સવાલો પાર્લામેન્ટમાં રાખ્યા હતા.

 

Scroll to Top