સાસુનો હત્યારો નીકળ્યો કપાતર જમાઈ, અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલ્યો

– 28 નવેમ્બરની આધેડ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
– જમાઈએ કરી સાસુની હત્યા
– સાસુ પત્નીને પ્રોત્સાહન આપતી હોવાથી કરી હત્યા

અમરેલીના ચિતલ ગામે આધેડ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાય ગયો છે.થોડા દિવસ પહેલા નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતાની હત્યા થઈ હતી. આ હત્યા પાછળ જમાઈનો મોટો હાથ હતો. આ હત્યા વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામના જમાઈ નયન જોશી નામના આરોપીએ સાસુની હત્યા કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

જમાઈએ કરી સાસુની હત્યા

પોલીસે જમાઈની ધરપકડ કરી હતી. આ હત્યા પાછળ આરોપીએ જણાવ્યું કે 11 વર્ષના સંસારમાં પત્ની સાથે મનદુઃખ થતું હતું. જ્યારે સાસુ આરોપીના પત્નીને પ્રોત્સાહન આપતી હોવાથી સાસુની હત્યા કરી હતી. પોલીસે આરોપીને શોધવા માટે 14 અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં 200 પોલીસની ઇન્વેસ્ટીગેશન ટીમે
આરોપીને શોધી કાઢ્યો હતો.

14 અલગ અલગ ટીમો અને 200 પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

અમરેલી એસ.પી. હિમકરસિંહે કહ્યું કે આરોપીને શોધવા માટે જીલ્લાની પોલીસે 14 ટીમો સાથે 200 અલગ અલગ જવાન કામે લાગ્યા હતા. વિવિધ રીતે તપાસ કરતા
એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો હતા. આ અંગે જીણવટ ભરી તપાસ કરતા રાંઢીયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યારો હોવાની શંકા વધુ મજબુત બની હતી. બાઇકને આધારે પોલીસે તપાસ ચાલુ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળી હતી. તપાસ કરતા બાઈક જમાઈ નયન જોશીની હોવાનું સામે આવી નથી. ત્યારબાદ સમગ્ર ઘટનાની ઉલટ તપાસ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો.

આરોપીને પત્ની સાથે મનદુઃખ થતું હતું

પોતાની જ સાસુની હત્યા કરીને પરિવાર સાથે સાંત્વાના આપતા હત્યારા જમાઈને પોલીસે પકડીને શેરડી કાપવાનુ ધારીયું કબ્જે લીધું હતું. પોલાસે તપાસનો દોર આગળ ધપાવતા જમાઈનું નામ ખુલતા ચકચાર મચી ગયો હતો.પોલીસે એક અનડિટેકટ ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો

Scroll to Top