Morbi: Police ની સવલતો અને કેદીઓના જલસા !
Morbi સબજેલનો જલસાનો વિડીયો વાયરલ થયો છે.જેમાં એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો છે. તો પ્રશ્ન એમ થાય કે આ ફોન આવ્યો ક્યાંથી? ને જે ફોનથી વિડીઓ બન્યો એ પણ ક્યાંથી આવ્યો? કારણ કે જેલ માં કેદીને સુધારવા મોકલવામાં આવે છે.જેથી કોઈ ગુનો કરતા પહેલા લોકો જેલથી ડરે.
પરંતુ હવે તો આરોપીઓને ડર નથી રહ્યો, કે જેલમાં જમવાનું ન મળે સારું, જેલમાં તમારી હારે ખરાબ વ્યવહાર થાય, જેલમાં તમને મન થાય એ સવલતો ન મળે. જેલ એટલે મોકલવામાં આવે છે કે તમને ભાન કરાવવામાં આવે કે તમે જે કર્યું એ ખોટું કર્યું છે. તમારે પરિવારથી સમાજથી બધાથી દૂર રહેવાનું છે. કારણ કે તમે સામાન્ય માણસ નથી. તમે લોકોનું અહિત કરો છો એટલે તમારે જેલમાં રહેવાનું છે.પરંતુ આ વિડીઓ જોતા એવું લાગે કે ઘર કરતા પણ જેલમાં વધારે સવલતો મળે છે. જે મોરબી પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. Harsh Sanghavi જુઓ તમારી Morbi Police ની સવલતો અને કેદીઓના જલસા, હવે પોલીસનો ડર કોને રહેશે ?
આ પણ જુઓ-