Morbi : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ પ્રમુખ વચ્ચે મોટી બબાલ

Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં વિવાદ અને વિખવાદ સામે આવતો હતો. જોકે છેલ્લા 4 મહિનામાં અલગ અલગ જિલ્લોમાં લેટરકાંડ સામે આવ્યો તો કોઈ જગ્યા પર ટિકિટને લઈને વિવાદ અને વિખવાદ સામે આવ્યો. પરંતુ આ વિવાદ અને વિખવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો કેમકે ફરી એક વખત ભાજપના નેતાઓ જાહેરમાં જનતા સામે બાખડી પડ્યા છે.

ગુજરાતમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય એટલે જેતે વિસ્તારમાં સ્થાનિક નેતાઓને ઈચ્છા હોય કે અમારું નામ સ્ટેજ પર બેસવા માટે ના લિસ્ટ માં આવી જાય. અને ના આવે તો વિવાદ અને વિખવાદ થાય એ સ્વાભાવિક વાત છે. અને એ જ ઘટના મોરબીમાં બની કે જ્યાં મુખ્યમંત્રી મોરબીની મુલાકાતે જવાના હતા અને તેમના પહોંચ્યા પહેલા ભાજપનાં જ બે નેતાઓ અમને સામાને આવી ગયા અને સ્ટેજ પર જ મોટી રકજક થઇ. સ્ટેજ પર ધારાસભ્ય અને પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે રકઝક થવા પામી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા ( Kanti Amrutiya) અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસડિયા વચ્ચે રકઝક વીડિયોમાં જોવા મળી હતી. મામલો વધુ બિચકે તે પહેલા જ ભાજપનાં નેતા દ્વારા પહોંચી જઈ સમગ્ર મામલે થાળે પાડ્યો હતો.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવી રકજક થાય અને તેનો વિડિઓ વાયરલ થાય એટલે લોકોમાં ચર્ચાનો વિષય બને કે ઘટના બની શું હશે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસડિયાને સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવતું હોય તેવું દેખાઈ રહ્યું હતું. મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલા સમગ્ર મામલો થાળે પાડવા માટે પૂર્વ જીલ્લા પ્રમુખે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. કાર્યક્રમ સ્થળ પર આ બંને ભાજપનાં નેતાઓ વચ્ચે થયેલ બોલાચાલીએ મોરબી ભાજપનાં કાર્યકરોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપનાં કાર્યકરોમાં અંદરો અંદર ચાલી રહેલ ખટરાગ અવાર નવાર કોઈને કોઈ રીતે બહાર આવતો જ હોય છે. મોરબી ભાજપમાં ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ વચ્ચે ચાલી રહેલ ખટરાગ આજે બહાર આવતા સમગ્ર મામલે ભાજપ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. શિસ્તમાં માનનારી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોનાં વિવાદનો વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

Scroll to Top